Western Times News

Gujarati News

નંદીગ્રામમાં ઈજાગ્રસ્ત થયા બાદ વ્હીલ ચેર પર મમતા બેનર્જીએ રોડ શો કર્યો

કોલકતા, ટીએમસી પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે બપોરે વ્હીલ ચેર પર લગભગ ૫ કિલોમીટર લાંબો રોડ શો કર્યો. પાર્ટીના સીનિયર નેતાઓ અને સમર્થકોની ભીડની સાથે તેઓએ દક્ષિમ કોલકાતાના મેયો રોડ પર ગાંધી મૂર્તિથી માર્ચનો પ્રારંભ કર્યો.

૧ કલાક સુધી ચાલેલા રોડ શો પછી મમતાએ હઝરામાં રેલી કરી.તેઓએ કહ્યું કે તેઓને રોકવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. તેઓ ટીએમસી માટે વ્હીલ ચેર પર જ પૂરાં પ્રદેશમાં પ્રચાર કરશે. મેં મારા જીવનમાં અનેક હુમલાઓના સામના કર્યા છે, પરંતુ ક્યારે કોઈની સામે આત્મસમર્પણ નથી કર્યું. હું ક્યારેય મારું માથું નહીં ઝુકાવું. મમતાએ કહ્યું કે ઘાયલ સિંહ વધારે ખતરનાક હોય છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મમતા ૧૫ માર્ચથી સતત ચૂંટણી રેલીઓમાં ભાગ લેશે. તેઓ ૧૫ માર્ચના રોજ પુરુલિયા, ૧૬ માર્ચના રોજ બાંકુરા અને ૧૭ માર્ચના રોજ ઝારગ્રામમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે.


રોડ શો પહેલાં મમતાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે અમે અમારી લડાઈ યથાવત રાખીશું, અમે નિડર થઈને લડીશું. હજુ પણ મને ઘણું જ દર્દ થઈ રહ્યું છે, પરંતુ હું લોકોના દર્દનો વધુ અનુભવ કરું છું. અમે અમારી જમીનની આ લડાઈમાં ઘણું જ નુકસાન ઉઠાવ્યું છે. આપણે હજુ વધુ તકલીફોનો સામનો કરવો પડશે, પરંતુ અમે તેમ છતાં લડીશું. અમે ડરપોક લોકોની સામે ક્યારેય નહીં ઝુકીએ.

આ પહેલાં ચૂંટણી પંચે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર હુમલો થયો ન હતો. ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય સચિવ અલાપન બંદોપાધ્યાય, સ્પેશિયલ પોલીસ નિરીક્ષક વિવેક દુબે અને અજય નાયક દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલના આધારે આ ર્નિણય કર્યો છે.

આ એક સંયોગ છે કે  મમતા ઈજાગ્રસ્ત થયા બાદ પ્રથમ વખત બંગાળમાં રોડ શો કરવા જઈ રહ્યા છે તે અગાઉ આ રિપોર્ટ આવી ગયો છે. મમતા બેનર્જીને જે ઈજા પહોંચી છે તે સુરક્ષા માટે જવાબદાર લોકોની ભૂલને લીધે થઈ છે.આ અગાઉ શનિવારે આ કેસમાં ચૂંટણી પંચ સામે બે રિપોર્ટ રજૂ થયા હતા. પહેલો રિપોર્ટ સવારે બંગાળના મુખ્ય સચિવે આપ્યો હતો, જેમાં મમતાને થયેલી ઈજાનું કારણ કારનો દરવાજાે દર્શાવવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.