અરવલ્લીમાં તસ્કરોની જમાવટ: બે બંધ મકાનમાં ત્રાટકી લાખ્ખો રૂપિયાની ચોરી
મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં તસ્કર ટોળકીએ જમાવટ કરી હોય તેમ સતત ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે શની-રવીની રજાઓમાં બંધ મકાન,દુકાનમાં તસ્કર ટોળકી ત્રાટકી ચોરી-લૂંટ કરી રફુચક્કર થઈ જતા રહેણાંક વિસ્તારોમાં નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવવા માંગ પ્રબળ બની છે.
મોડાસા શહેરની ભાગ્યલક્ષ્મી સોસાયટીને તસ્કર ટોળકી એ નિશાન બનાવી રાત્રી દરમ્યાન બે બંધ મકાનના તાળા-નકૂચા તોડી અંદાજે રૂપિયા દોઢ લાખની રોકડ સહિત સોના-ચાંદીના દાગીનાની ચોરી થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે
મોડાસા શહેરની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા નિખીલભાઈ ચૌહાણના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા મુખ્ય દરવાજાને લગાવેલ તાળું નકુચા સાથે તોડી નાખી ઘરમાં પ્રવેશેલા તસ્કરોએ ઘરની અંદરની તીજોરી,કબાટ સહિત લોકર તોડી નાખી સોનાની બુટ્ટી સહિતના દાગીના અને રૂપિયા ૪૦ હજારની રોકડ ની ચોરી કરી લીધી હતી.
જયારે આ તસ્કર ટોળકીએ આજ સોસાયટીના અન્ય એક રહીશ મીનેશાઈ રાઠોડના બંધ બંગલાને નિશાન બનાવી ઘરના પાછલા દરવાજાનું તાળુ-નકુચો તોડી નાખી ઘરમાં પ્રવેશી રોકડ સહિતની મત્તા ચોરી લીધી હતી.
અંદાજે દોઢ લાખ રૂપિયાની રોકડ સહિત દર દાગીના ની ચોરીની આ ઘટનાએ નગરમાં ચકચાર મચાવી હતી બે બંધ મકાનમાં ધીંગી ચોરીની ખેપ મારી તસ્કરો ફરાર થતા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમીક તપાસ હાથધરી હતી