અંબાણીના ધરની બહાર પીપીઇ કીટમાં સચિન વાઝે જ હતાં : તપાસ ચાલુ
નવીદિલ્હી: દેશના સૌથી મોટા ધનિક મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલ શંકાસ્પદ સ્કોર્પિયો કારને શું મુંબઇ પોલીસના અધિકારી સચિન બાઝેએ ઉભી કરી હતી એનઆઇએ તરફથી કરવામાં આવી રહેલ તપાસને લઇ આ સવાલ ઉભો થયો છે એનઆઇએના સુત્રોના જણાવ્યા અનુસાર એજન્સી આ પાસાથી પણ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. એક સીસીટીવી ફુટેજમાં એટીલિયાની પાસે પીપીઇ કિટ પહેલ એક વ્યક્તિ જાેવા મળી રહ્યો છે આ તે દિવસની ફુટેજ છે જે દિવસે શંકાસ્પદ સ્કોર્પિયો મળી હતી એજન્સી હાલ એ વાતની તપાસ કરવામાં લાહી છે કે પીપીઇ કિટ પહેલા જે વ્યક્તિ દેખાય છે તે સચિન વાઝે જ છે કે અન્ય કોઇ
આ ઉપરાંત એનઆઇએ એ તપાસ કરી રહી છે કે આખરે ૨૫ ફેબ્રુઆરીની સાંજે સચિન વાઝેની લોકેશન શું હતું આ દિવસે શંકાસ્પદ સ્કોર્પિયો કાર મળી હતી જેથી જેલિટિનની ૨૦ છડી કબજે કરવામાં આવી હતી એટલું જ નહીં આ કારથી એક ધમકી ભરેલ પત્ર પણ મળ્યો હતો આ પત્રમાં મુકેશ અંબાણી અને તેની પત્ની નીતા અંબાણીને સંબોધિત કરતા લખ્યું હતું કે હજુ તો આ ટ્રેલર જ છે પુરી તૈયારી કરી લેવામાં આવી છે એનઆઇએ આ વાતની તપાસ કરી રહી છે કે આખરે ૨૫ ફેબ્રુઆરીએ સચિન વાઝેની લોકેશન શું હતું જાે તે એટીલિયાની પાસે ન હતાં તો કયાં હતાં તેના માટે સીસીટીવી ફુટેજની તપાસ પણ એનઆઇએ તરફથી થઇ રહી છે.
એ યાદ રહે કે સચિનની શનિવાર મોડી રાતે એનઆઇએ ધરપકડ કરી છે આ પહેલા તેમની એજન્સીએ કલાકો સુધી પુછપરછ કરી હતી એટીલિયાની બહાર મળેલ કારના તાર થાણેમાં ઓટો પાટ્ર્સનો કારોબાર કરનાર મનસુખ હિરેનથી જાેડાયેલ હતાં પરંતુ ૨ માર્ચે મનસુખ હિરેનનું શંકાસ્પદ સ્થિતિમાં શબ કબજે કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેની પત્ની તરફથી દાખલ કરવામાં આવેલ રિપોર્ટમાં વાઝે પર પતિની હત્યામાં સામેલ થવાનો આરોપ લગાવ્યો હતો હિરેનની પત્નીના આરોપ બાદ જ વાઝેની ભૂમિકા પર સવાલ ઉઠી રહ્યાં હતાં આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મામલાને એનઆઇએને સોંપી દીધો હતો.