ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૬ હજાર લોકો કોરોના સંક્રમિત
નવીદિલ્હી: દેશમાં ફરી એક વાર કોરોના વાયરસ સંક્રમણના કેસ ખૂબ ઝડપથી વધવા લાગ્યા છે. તાજા આંકડાઓ પર નજર કરીએ તો ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ કોરોનાના ગ્રાફે ડરાવવાનું શરૂ કરી દીધું છે. ગત એક સપ્તાહમાં જે ઝડપથી કોરોનાના કેસ વધ્યા છે તેણે ડિસેમબર બાદના તમામ આંકડાઓને પાછળ છોડી દીધા છે. આ ઉપરાંત ગત સપ્તાહની તુલનામાં આ સપ્તાહે કોરોના કેસમાં ૩૩ ટકાનો વધારો જાેવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણને કારણે દર્દીઓના મોતનો આંકડો પણ વધી રહ્યો છે. વાયરસના કારણે મૃતકોની સંખ્યા ૬ સપ્તાહમાં સૌથી વધુ ૨૮ ટકા વધી છે.
દેશમાં કુલ ૨.૯૯ કરોડથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૬,૨૯૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૧૮ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૧૩,૮૫,૩૩૯ થઈ ગઈ છે. દેશમાં કુલ ૨.૯૯ કરોડથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૬,૨૯૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૧૮ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૧૩,૮૫,૩૩૯ થઈ ગઈ છે.
આ ઉપરાંત, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૧૦ લાખ ૭ હજાર ૩૫૨ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૭,૪૫૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૨,૧૯,૨૬૨ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૮,૭૨૫ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચેે સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૪ માર્ચ સુધીમાં ભારતમાં કુલ ૨૨,૭૪,૦૭,૪૧૩ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યંર છે. નોંધનીય છે કે, રવિવારના ૨૪ કલાકમાં ૭,૦૩,૭૭૨ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતની વાત કરીએ તો, રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૮૧૦ કેસ નોંધાયા છે. જેની સામે ૫૮૬ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે ૨ દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૪૪૨૪ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૬.૮૨ ટકા છે. અત્યાર સુધીમાં ૧૯,૭૭,૮૦૨ વ્યક્તિઓને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ અને ૫,૦૦,૬૩૫ વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજાે ડોઝ આપવામાં આવ્યો છે.