૫૦ વર્ષનો શખ્સ ૧૯૨ વખત ડ્રાઈવિંગ ટેસ્ટમાં ફેઈલ થયો
નવી દિલ્હી: પોલેન્ડમાં ૫૦ વર્ષનો એક શખ્સ છેલ્લા ૧૭ વર્ષથી ડ્રાઇવિંગ શીખી રહ્યો છે અને ૧૯૨ વખત ડ્રાઇવિંગ ટેસ્ટ આપી ચુક્યો છે અને મુદ્દાની વાત તો એ છે કે આ વ્યક્તિ દરેક વખતે ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેઈલ જ થયો છે. જે આ દેશનો એક રેકોર્ડ છે. આ વ્યક્તિ અત્યાર સુધીમાં ૧ લાખથી પણ વધારેની ફી ભરી ચુકી છે.
પોલેન્ડમાં ડ્રાઈવર લાયસન્સ માટે કોઈ વ્યક્તિએ પહેલા એક થિયરીની પરીક્ષા આપવી પડે છે અને ત્યારબાદ પ્રેક્ટિકલ ટેસ્ટ આપવાની હોય છે. મહત્વની વાત તો એ છે કે કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ ગમે તેટલી વખત આ પરીક્ષા આપી શકે છે. આ પરીક્ષામાં પાસ થવાનો રેશિયો થિયરી રેટ માટે ૫૦% થી ૬૦% હોય છે, જયારે પ્રેક્ટિકલ પરીક્ષા માટે ૪૦% હોય છે.
પોલેન્ડમાં સામાન્ય રીતે લોકો બીજા કે ત્રીજા પ્રયત્નમાં આ પરીક્ષા પાસ કરી લેતા હોય છે. એક અહેવાલ અનુસાર આ અગાઉ એક વ્યક્તિએ ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવા માટે ૪૦ વખત પ્રયાસ કર્યા હતા. એ ઉપરાંત પોલેન્ડના ઓપોલ શહેરમાં એક વ્યક્તિએ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે ૧૧૩ વખત પ્રયાસો કર્યા હતા.
આ કિસ્સો પ્રકાશમાં સામે આવ્યા બાદ હવે વહીવટી તંત્ર વિચારણાં કરી રહ્યું છે કે શું કોઈ વ્યક્તિને ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવા માટે અમર્યાદિત તકો આપવી જાેઈએ?
ડ્રાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર સ્ટેનિસ્લોએ કહ્યું છે કે, પોલેન્ડમાં ૨૦ અથવા ૩૦થી વધુ તકો ન આપવી જાેઈએ. કોઈ પણ વ્યક્તિ માટે પોતે ડ્રાઈવિંગ માટે ગંભીર છે કે નહી તે સાબિત કરવા માટે આટલા પ્રયાસ પુરતા છે. જાે કોઈ વ્યક્તિ ડ્રાઇવિંગના નિયમોને લઈને સતર્ક નથી તો તે ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ નહીં કરી શકતો તો તેણે રસ્તા પર પણ ન હોવું જાેઈએ. કારણ કે તે અન્ય લોકો માટે જાેખમી છે.
અહીંના જુના રેકોર્ડ પર નજર નાખવામાં આવે તો, અન્ય એક અહેવાલ મુજબ, ૪૨ વર્ષની એક વ્યક્તિએ ૧૫૮ વખત પ્રયાસ કર્યા બાદ પોતાનો ડ્રાઇવિંગ ટેસ્ટનો થિયરી પાર્ટ પાસ કરી લીધો હતો.
જાેકે ડ્રાઈવિંગ ટેસ્ટ મામલે પોલેન્ડના આ વ્યક્તિને ટક્કર આપે તેવો રેકોર્ડ દક્ષિણ કોરિયાની એક મહિલાના નામે છે. વર્ષ ૨૦૦૯માં આ મહિલા તે સમયે સમાચારોમાં આવી હતી જયારે તેણે ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવા માટે આશ્ચર્યજનક રીતે ૯૫૦ વખત પ્રયાસો કર્યા હતા. જાેકે, ત્યારબાદ પણ તે પાસ નહોતી થઇ શકી.