બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં આરિજ ખાનને ફાંસીની સજા
બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસ બાદ આરિજ ખાન ફરાર હતો, ૨૦૧૮ના વર્ષમાં તેની નેપાળથી ધરપકડ થઈ હતી
નવી દિલ્હી, બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં દિલ્હીની કોર્ટે આતંકી આરિજ ખાનને ફાંસીની સજા આપી છે. કોર્ટે આ કેસને રેયરેસ્ટ ઓફ રેયર ગણાવ્યો છે. આરિજ ખાનને બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં કોર્ટે ૮ માર્ચના રોજ દોષી કરાર આપ્યો હતો. દિલ્હીની સાકેત કોર્ટેમાં આ સુનવણી થઇ છે. Batla house terrorist Ariz Khan after he killed supercop Mohan chand Sharma has been awarded the death penalty by the court of law on Monday 16-03-2021.
૨૦૦૮ના વર્ષમાં થયેલા બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસ બાદ આરિજ ખાન ફરાર હતો. ત્યારબાદ તેને ૨૦૧૮ના વર્ષમાં તેની નેપાળથી ધરપકડ કરવામાં આવી હતી. બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં ઇન્સપેક્ટર મોહન ચંદ શર્માનું મોત થયું હતું. જ્યારે પોલીસકર્મી બલવંત સિંહ રાજવીરને પણ મોતના ઘાટ ઉતારવાના પ્રયત્નો થયા હતા.
બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં આ પહેલા આરોપી શહજાદ અહમદને ૨૦૧૩ના વર્ષમાં સજા થઇ છે. જ્યારે તેના બે સાથીઓ આતિફ આમિન અને મોહમ્મદ સાજિદ માર્યા ગયા છે. ત્યારે હવે દિલ્હીની સાકેત કોર્ટે આ કેસમાં આતંકી આરિજ ખાનને ફાંસીની સજા સંભળાવી છે.
અદાલતે આરિજ ખાનને કલમ ૩૦૨, ૩૦૭ અને આર્મ્સ એક્ટ અંતર્ગત દોષી કરાર આપ્યો છે. આરિજ ખાન આતંકી સંગંઠન ઇન્ડિયન મુજાહહિદ્દિન સાથે જાેડાયેલો છે. ૨૦૦૮ના વર્ષેમાં દિલ્હી, જયપુર, અમદાવાદ અને ઉત્તર પ્રદેશની અદાલતોમાં જે બોમ્બ વિસ્ફોટ થયા હતા, આરિજ ખાન તેનો માસ્ટર માઇન્ડ હતો. આ વિસ્ફોટમાં કુલ ૧૬૫ લોકોના મોત થયા હતા. જ્યારે ૫૩૫ લોકો ઘાયલ થયા હતા.