જમ્મુ-કાશ્મીર ખાતે જૈશના ટોપનો કમાન્ડર વિલાયત ઠાર
નવી દિલ્હી, જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરનો આજે ત્રીજાે દિવસ છે અને સુરક્ષાદળોએ આતંકીઓ પરનો સિકંજાે વધારે મજબૂત બનાવ્યો છે. security forces gunned down top Jaish e Muhammad terrorist Sajjad Afghani in Shopian of J&K. He was involved in raping many innocent Kashmiri girls.
દરમિયાન કલાકો સુધીના ફાયરિંગ બાદ સુરક્ષાદળોએ આજે બીજા આતંકીને પણ ઢાળી દીધો છે.જેની ઓળખ આતંકી સંગઠન જૈશ એ મહોમ્મદના ટોપ કમાન્ડર વિલાયત ઉર્ફે સજ્જાદ અફઘાનીના સ્વરુપમાં થઈ છે.કાશ્મીર ઝોનના આઈજી વિજય કુમારે આ સફળ ઓપરેશન બદલ સુરક્ષાદળોને અભિનંદન આપ્યા છે.
તેમણે કહ્યુ હતુ કે, સજ્જાદનુ મોત સુરક્ષાદળો માટે મોટી સફળતા છે. આ પહેલા રવિવારે અન્ય એક આતંકી જહાંગીર અહમદ વાનીને પણ ઢાળી દેવાયો હતો.જે પણ જૈશ એ મહોમ્મદનો આતંકી હતો.