નિંદાયુકત કર્મ
પૂર્વસમયમાં વારાણસીમાં બ્રહ્મદત્તરાજા રાજય કરતો હતો. તે સમયે બોધિ, ચાંડાલ યોનિમાં પેદા થયા હતા. મોટા થતાં તેઓ કુટુંબનું પોષણ કરવા લાગ્યા. ગર્ભવસ્થામાં એમની પત્નીએ કેરી ખાવાનો દોહદ થયો.તે બોલીઃ ‘સ્વામી ! મારે કેરી ખાવી છે.’
‘ભદ્રે ! આ સમયે કેરી મળવી દુર્લભ છે. તું કહેતી હોય અને તારી ઈચ્છા તૃપ્ત થતી હોય તો હું તારા માટે બીજું કોઈ ખાટું ફળ લાવી શકું, પણ કેરી મેળવવી મુશ્કેલ છે.’
‘સ્વામી !મને કેરી મળશે તો જ હું જીવીશ. નહી મળે તો મરીશ.’ તે પત્નીને અત્યંત ચાહતો હતો. એટલે વિચાર્યું ઃ કેરી કયાં મળશે ?આ સમયે વારાણસી નરેશના ઉધાનમાં એક એવો આંબો હતો જેના પર અકાળે કેરીઓ થતી હતી. ચાંડાલે વિચાર્યું કે, ઉધાનના આંબા પરથી કેરી લાવીશ અને પત્નીને જાગેલો દોહદ શાંત કરીશ.
તે રાત્રે ઉધાનમાં પહોંચ્યો અને કેરી શોધવા એક ડાળ પરથી બીજી ડાળ પર જવા લાગ્યો. એમ કેરી શોધતાં રાત પુરી થઈ ગઈ. એણે વિચાર્યું કે, જા અત્યારે નીચે ઉતરીશ તો મને કોઈ જાઈશશે અને ચોર સમજીને પકડાવી દેશે, એટલે રાત પડશે ત્યારે જ અહીથી જઈશ. ત્યાં સુધી છુપાઈ રહીશ.
એ સમયે વારાણસીનો રાજા પુરોહીત પાસે વેદમંત્રો શીખતો હતો. તે ઉધાનના આંબાની છાયામાં ઉચા આસને બેસીને અને આચાર્યને નીચા આસને બેસાડીનેમંત્ર શીખતો હતો. બોધિસ¥વે વૃક્ષ પર બેઠાં બેઠાં વિચાર્યું કે, આ રાજા અધાર્મિક છે, કારણકે તે ઉચા આસન પર બેસીને મંત્ર શીખે છે. આ પુરોહીત પણ અધાર્મિક છે, કારણ કે તે નીચા આસને બેસીને મંત્ર શિખવાડે છે અને હું પણ અધાર્મિક છું, કારણ કે પત્નીના કહેવાથી હું પણ જીવનની પરવા કર્યા વિના કેરી લેવા આવી પહોચ્યો છું.
નીચે લટકતી એક ડાળને પકડીને તેબંનેની વચ્ચે ઉતર્યો અને બોલ્યોઃ ‘મહારાજ ! હું નષ્ટથઈ ગયો, તમે મૂર્ખ છો અને પુરોહીત મરી ગયો છે.’ રાજાએપૂછયુંઃ ‘કેમ ભાઈ !તું આવું અવળું બોલે છે ?’ બોધિસત્તવે કહ્યુંઃતમે બંનેધર્મને જાણતા નથી. અને નીચ કર્મ કરી રહયા છો. આ મંત્ર શીખનારો અને શીખવાડનારો બંને ધર્મથી વેગળા છો.’
આ સાંભળી બ્રાહ્મણે કહ્યુંઃ હું રાજા પાસેથી સારી રીતે રાંધેલું માંસ અને ભાત ખાઉ છું. એમ કરીને હું શું ઋષિઓ દ્વારા સેવાયેલા ધર્મનું પાલન કરતો નથી ?’
બોધિસ¥વે કહ્યુંઃ આ સ્થાનને છોડીને અન્યત્ર જા. આ જગત વિશાળ છે. જા જે એવું ન થાય કે, તારા દ્વારા આચરાયેલા અધર્મ તને એવી રીતે છિન્નભિન્ન કરી દે, જેમ પથ્થર ઘડાને તોડીને નાખે છે. હે બ્રાહ્મણ ! એ સંપત્તિનેધિકકાર છે, અને ધનને ધિકકાર છે, જે પાપપૂર્ણ જીવિકા અથવા અધર્મચારણથી પ્રાપ્ત થયેલ હોય.’
રાજા બોધિસ¥વના આવા ધાર્મિક ભાવથી પ્રસન્ન થયો અને પૂછયુંઃ ‘તારી જ્ઞાતિ કઈ છે ?’
‘મહારાજ ! હું તો ચાંડાલ છું.’
‘ અરે ! તું જા ઉત્તમ જાતિનો હોત,તો હું તને રાજા બનાવી દેત. આજથી હું દિવસનો રાજા રહીશ અને તું રાત્રીનો રાજા બનીશ.’
રાજાએ પોતાના ગળામાં પહેરેલી ફુલની માળા ચાંડાલ બોધિસ¥વના ગળામાં પહેરાવી દીધી અને નગરનો કોટવાળ બનાવી દીધો. નગરકોટવાળાનો ગળામાં લાલ ફૂલોની માળા પહેરાવવાની પ્રથા ત્યારથી પડી ગઈ.
ચાંડાલનો ઉપદેશ ગ્રહણ કર્યા પછી તે રાજા આચાર્યને આદર સહીત ઉંચા આસને બેસાડી અને પોતે નીચે આસને બેસી મંત્ર શીખવા લાગ્યો.
બુદ્ધે શિષ્યોને પૂછયું હતુંઃ ‘શુંતમે નીચા આસનેબેસીને, જે ઉંચા આસને બેઠો હોય તેવા મનુષ્યોને ધર્મનું જ્ઞાન આપો છો ?’
શિષ્યોએ કહેલુંઃ ‘હા દેવ! અમે નીચા આસને બેસી, ઉંચા આસને બેઠેલાને ધર્મજ્ઞાન આપીએ જ છીએ.’
બુદ્ધે કહેલુંઃ ‘હે ! શિષ્યો ! આ રીતે ધર્મજ્ઞાન આપવું તે સ્વયં ધર્મનું અપમાન છે, જે અનુચિત છે. ઉંચા આસને બેસી ધર્મજ્ઞાન સાંભળનારો અને નીચા આસને બેસી ધર્મજ્ઞાન આપનારો, બંને નિંદાને પાત્ર છે. જગતમાં આપણી નિંદા થાય, જે અધર્મ ગણાય તેવાંકાર્યો. નિદાયુકત હોવાથી, તે ત્યાજય છે. નિદાયુકત કર્મ ન કરો.આચરણ શુદ્ધિ કેળવો. મનુષ્ય જયારે પશુતુલ્ય આચરણ કરે છે.ત્યારે, તે પશુઓ કરતાંય નીચે ગબડી પડે છે, પશુ કરતાં પણ હીન બને છે. શા†ોને માત્ર વાંચનાર મુર્ખ હોઈ શકે છે, પણ શા†ાનુસાર આચરણ કરનાર વસ્તુતઃ વિદ્ધાન છે.