બર્થડેના બીજા દિવસે આમિર ખાને સોશિયલ મીડિયા છોડ્યું
મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન ભલે આખી દુનિયામાં લોકપ્રિય હોય, પરંતુ એક વાત હંમેશા એક્ટરની સાથે જાેવા મળી છે કે તે ખૂબ લાઈમલાઇટમાં રહેવાનું પસંદ કરતા નથી. અભિનેતાએ પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બહુ પાછળથી બનાવ્યું અને તે ટિ્વટર પર પણ ઓછા એક્ટિવ રહ્યા હતા. તાજેતરમાં જ જન્મદિવસ નિમિત્તે આમિર ખાનને સોશિયલ મીડિયા પર ખૂબ અભિનંદન મળ્યા હતા. અભિનેતાએ તાજેતરમાં જ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા બદલ દરેકનો આભાર માન્યો હતો અને એવું કંઈક કહ્યું હતું
જે તેના પ્રશંસકો માટે આઘાતજનક છે અને તેનાથી તેઓ થોડો નિરાશ થઈ શકે છે. અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર એક નિવેદન બહાર પાડતાં કહ્યું છે કે – હેલો મિત્રો, મારા જન્મદિવસ પર મને અભિનંદન આપવા બદલ તમારો આભાર. તમારી શુભકામનાઓથી મારું હૃદય ભરાઈ ગયું છે. એક સમાચાર છે કે સોશિયલ મીડિયા પર આ મારી છેલ્લી પોસ્ટ હશે. હું વધુ સક્રિય છું તે જાણીને હવે હું આ દેખાડાને અહીં સમાપ્ત કરવા માંગુ છું.
આપણે હવે પહેલાની જેમ કોન્ટેક્ટ કરીશું. એકેપી (આમિર ખાન પ્રોડક્શન્સ) એ પોતાની ચેનલ ખોલી છે. તેથી તમને ત્યાં મારા અને મારી ચેનલ વિશેના બધા વધુ અપડેટ્સ મળશે. તમને જણાવી દઈએ કે આમિર ખાન તે કલાકારોમાંથી એક છે, જે સોશિયલ મીડિયા પર હોવા છતાં પણ તેમાં ખૂબ સક્રિય નહોતા. પરંતુ આમિર કેટલીકવાર તેની પર્સનલ લાઇફથી સંબંધિત ફોટા, થ્રોબેક ફોટો અને ફિલ્મના શૂટિંગથી સંબંધિત પળો શેર કરતા હતા.
આમિરના આ ર્નિણય પછી તેના ચાહકો ચોક્કસપણે તે બધી બાબતો મિસ કરશે. વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો આમિર ખાન ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જાેવા મળશે. ફિલ્મમાં તેમની સાથે કરીના કપૂર ખાન છે. આ મૂવીનું નિર્દેશન અદ્વૈત ચંદન કરી રહ્યા છે. આ મૂવી ટોમ હેન્ક્સની લોકપ્રિય હોલીવુડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’નું સત્તાવાર એડોપ્શન છે. ફિલ્મમાં સરદારના ગેટઅપમાં આમિર ખાને તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.