કૃષ્ણા અભિષેક મારી છબી ખરાબ કરી રહ્યો છે : ગોવિંદા
મુંબઈ: દિગ્ગજ એક્ટર ગોવિંદા અને તેમનો ભાણેજ કૃષ્ણા અભિષેક વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. મામા-ભાણેજ એકબીજા સાથે વાત નથી કરતા તેમજ સામસામે આવવાનું પણ પસંદ કરતા નથી. અમારા સહયોગી આપેલા ઈન્ટરવ્યૂમાં એક્ટરે કૃષ્ણાને લઈને વાત કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, કૃષ્ણા જાહેરમાં તેમની વિરુદ્ધ વાતો કરીને તેમની છબી ખરાબ કરી રહ્યો છે.
સાથે જ તેમણે કહ્યું કે, આમ તે કોઈના કહેવા પર કરી રહ્યો છે. ધ કપિલ શર્મા શોમાં કૃષ્ણા અભિષેક ઘણીવાર ગોવિંદાની મજાક ઉડાવતો રહે છે. આ વિશે વાત કરતાં એક્ટરે કહ્યું કે, ‘મને ખરેખર નથી જાણ કે કોના કહેવા પર તે આમ કરી રહ્યો છે. નહીં તો, તે સારો છોકરો છે. તે આમ કરીને ન માત્ર મજાક ઉડાવી રહ્યો છે પરંતુ મારી છબી પણ ખરાબ કરી રહ્યો છે. જે કોઈ તેની પાછળ છે,
તે નથી ઈચ્છતો કે અમારે વચ્ચે ક્યારેય કંઈ પણ ઠીક ન થાય. ગોવિંદા અને કૃષ્ણા અભિષેકના સંબંધો ખરાબ થયા હોવાની વાત તે સમયે સામે આવી હતી જ્યારે ૨૦૧૮માં ધ કપિલ શર્મા શોમાં ગોવિંદા પહોંચ્યો હતો. આ દરમિયાન કૃષ્ણા શોમાં જાેવા મળ્યો નહોતો. કૃષ્ણાએ તે સમયે કહ્યું હતું કે, મામા ગોવિંદાની સાથે મેં એપિસોડ કરવાની ના પાડી દીધી. કારણ કે, અમારી વચ્ચે મતભેદ ચાલી રહ્યા છે.
હું નહોતો ઈચ્છતો કે અમારા મતભેદની અસર શો પર પડે. કોમેડી કરવા માટે તમારે પોઝિટિવ વાતાવરણમાં કામ કરવું પડે છે, સારા સંબંધો હોય છે ત્યારે જ હસવાનુ આવે છે. અગાઉ વાતચીત કરતાં ગોવિંદાએ કહ્યું હતું કે, ‘કૃષ્ણા અભિષેકના ટિ્વન્સ બાળકો રયાન અને કૃષાંગનો જન્મ થયો ત્યારે હું મારા પરિવાર સાથે તેમને મળવા માટે હોસ્પિટલ ગયો હતો. હું ડોક્ટરો અને નર્સોને મળ્યો. નર્સે મને જણાવ્યું કે, કાશ્મીરા નથી ઈચ્છતી કે પરિવારનો કોઈ સભ્ય તેને મળે. અમે જ્યારે જિદ્દ પકડી તો અમને દૂરથી બાળકોને જાેવાની મંજૂરી આપવામાં આવી.