મલાઈકાના પુત્રના લૂકની માસી અમૃતા દીવાની થઈ
મુંબઈ: મલાઈકા અરોરા અને અમૃતા અરોરા સગી બહેનો તો છે જ, સાથે સાથે ખૂબ ગાઢ બહેનપણીઓ પણ છે. બંને અવારનવાર પાર્ટીઓ અને સમારંભમાં સાથે નજરે પડે છે. આ તો વાત થઈ બહેનોની, પરંતુ બંનેના સંતાનો પણ તેમની એકદમ નજીક છે. તાજેતરમાં અમૃતાએ તેના ભાણેજ અરહાન ખાનનો ફોટો શેર કર્યો હતો.
આ ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાઇરલ થયો હતો. અમૃતાએ અરહાનનો ફોટો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે, આ છોકરો, અરહાન તું મારા જીવનનો પસંદગીનો પુરુષ છું. અરબાઝ ખાન અને મલાઈકા અરોરાનો પુત્ર અરહાન માસી અમૃતા અરોરા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, અરહાન થોડા દિવસો પહેલા મલાઈકા અને પરિવાર સાથે નાનીના ઘરે ડિનર માટે ગયો હતો. આ સમયે અર્જુન કપૂર પણ ડિનર પાર્ટીમાં સામેલ હતો. ૨૦૧૭માં મલાઈકા અને અરબાઝ ખાનના છૂટાછેડા થઈ ગયા હતા.
જે બાદ અરહાન તેની માતા મલાઈકા અરોરા સાથે રહેવા લાગ્યો હતો. માતા-પિતા વચ્ચે છૂટાછેડા મામલે અરહાન શું વિચારે છે તે અંગે અરબાઝ ખાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આપણે બાળકને ક્યારેક સમજી નથી શકતા. અમારા છૂટાછેડા થયા તે સમયે અરહાન માત્ર ૧૨ વર્ષનો હતો.
પરંતુ તેને પરિસ્થિતિની બરાબર સમજ હતી. મારા અને મલાઈકા વચ્ચે શું ચાલી રહ્યું છે, તે અરહાન ખુબ સારી રીતે જાણતો હતો. તેને અમારે ક્યારેય સમજાવવાની જરૂર નથી પડી. અમારી માટે તે ખૂબ મુશ્કેલ ર્નિણય હતો. જાેકે, મારા અને મલાઈકા માટે તે એકમાત્ર અનુકૂળ રસ્તો હતો.