ઝુપીએ ચીફ કોર્પોરેટ એન્ડ પબ્લિક અફેર્સ ઓફિસર તરીકે ડૉ. સુબી ચતુર્વેદીની નિમણૂકની જાહેરાત કરી
નવી દિલ્હીઃ ભારતની અગ્રણી ઓનલાઇન કૌશલ્ય-આધારિત ગેમિફિકેશન અને નોલેજ પ્લેટફોર્મ ઝુપીએ આજે ચીફ કોર્પોરેટ એન્ડ પબ્લિક અફેર્સ ઓફિસર તરીકે ડૉ. સુબી ચતુર્વેદીની નિમણૂક કરવાની જાહેરાત કરી હતી.
આઇઆઇટી કાનપુરના ગ્રેજ્યુએટ દિલશેર સિંઘ માલ્હી અને સિદ્ધાંત સૌરભે વર્ષ 2018માં સ્થાપિત કરેલી ઝુપી ભારતનું સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતું કૌશલ્ય-આધારિત ગેમિંગ અને નોલેજ પ્લેટફોર્મ છે, જે એની એપ પર લાઇવ ક્વિઝ ટૂર્નામેન્ટ રન કરે છે, જેમાં યુઝર્સ મિત્રો અને અન્ય ખેલાડીઓ સાથે નાણાકીય રિવોર્ડ માટે સ્પર્ધા કરે છે.
પ્લેટફોર્મે ફંડિંગના બે રાઉન્ડમાં 19 મિલિયન ડોલરનું ભંડોળ ઊભું કર્યું છે. રોગચાળા દરમિયાન ઓનલાઇન ગેમિંગ ક્ષેત્રમાં તેજી જોવા મળી છે. વળી ઇન્ટરનેટ અને મોબાઇલની પહોંચમાં વધારાએ ટેકનોલોજી સંચાલિત ઇનોવેશન માટે અનુકૂળતા પ્રદાન કરવા સુવિધાજનક ઇકોસિસ્ટમ માટેની જરૂરિયાત ઊભી કરી છે. ઉદ્યોગના રિપોર્ટ મુજબ, દેશમાં ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગમાં 40 ટકા સીએજીઆરના દર વૃદ્ધિ થઈ રહી છે.
આ નિમણૂક પર ઝુપીના કોર્પોરેટ અને પબ્લિક અફેર્સના ચીફ ડૉ. સુબી ચતુર્વેદીએ કહ્યું હતું કે, “મને ઝુપીમાં જોડાવાની ખુશી છે, કારણ કે હું ગો-ગેટર્સ અને ઇનોવેટર્સની ટીમમાં સામેલ થઈ છું, જેનું નેતૃત્વ દેશમાં સૌથી પ્રતિભાશાળી લોકો પૈકીના લોકો કરી રહ્યાં છે.
સ્થાપક દિલશેર સંસ્થાપકના ગુણો અને રચનાત્મક અભિગમ ધરાવે છે, જે ભવિષ્યની કોઈ પણ વર્કફોર્સની સફળતા માટે આવશ્યક હોવાનું હું માનું છું. હું ઝુપીની કામગીરી, ભવિષ્યની એની ક્ષમતા અને દિલશેરનાં વિઝનને સાકાર કરવાની સંભવિતતામાં વિશ્વાસ ધરાવું છું. મારું માનવું છે કે, અમે ગેમિફિકેશન દ્વારા લર્નિંગ, સ્કિલિંગ અને એજ્યુકેશનના ક્ષેત્રમાં પરિવર્તનનો પવન ફૂંકી શકીએ તથા લર્નિંગને પ્રોત્સાહન આપી શકીએ. અમારા ઉત્પાદનો અને સોલ્યુશનો સરકારના આત્મનિર્ભર ભારતના સરકારના વિઝન તથા દુનિયા માટે મેક ઇન ઇન્ડિયા ઊભું કરવાને સુસંગત છે.”
ડૉ. સુબી ચતુર્વેદીને તેમની નવી ભૂમિકા પર અભિનંદન આપતા ઝુપીના સ્થાપક અને સીઓઓ શ્રી દિલેશેર સિંઘ માલ્હીએ કહ્યું હતું કે, “અમે ઝુપીમાં ઇન્ટરનેટને અર્થસભર જોડાણનું સ્થાન બનાવવા માટે કટિબદ્ધ છીએ. અમે અમારા વિઝનને સાકાર કરવામાં અમને મદદ કરવા ‘બેસ્ટ ઓફ બેસ્ટ’ને ઓનબોર્ડ લઈએ છીએ અને કંપનીને ઇનોવેશન સેન્ટરમાં પરિવર્તિત કરી રહ્યાં છીએ.
અમે હરણફાળ ભરવા, પરિવર્તનનો પવન ફૂંકતા લીડર્સ અને સુવિધાજનક નીતિગત માળખું ઊભું કરવામાં અનુભવ ધરાવતા લોકોને અમારા સાથે જોડવા આતુર છીએ. ડૉ. સુબીને અમારી સાથે સામેલ કરીને અમે હવે એવી વ્યક્તિ ધરાવીએ છીએ, જે તમામ ત્રણ ગુણો ધરાવે છે. તેઓ અસાધારણ પ્રતિભાસંપન્ન છે તથા લીડરશિપ માટે આતુર છે તેમજ એક સમુદાય તરીકે અને કંપની તરીકે અમારો વ્યાપ વધારવા અને વૃદ્ધિ કરવામાં કુશળતા ધરાવે છે.”
ડૉ. ચતુર્વેદીએ ઉમેર્યું હતું કે, “હું સરકાર, ઉદ્યોગસંસ્થાઓ, એકેડેમિયા અને અન્ય હિતધારકો સાથે ઇનોવેશનને વેગ આપવા, રોકાણને આવકારવા અને આ દેશની યુવા પેઢી માટે તકોનું સર્જન કરવા એક માળખું ઊભું કરવા કામ કરવા આતુર છું. આપણી પાસે ઝુપી સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચવાની તથા ઇનોવેટર અને ટેકનોલોજી લીડર તરીકે ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્તુત કરવાની તક છે તેમજ આ સફળતા હાંસલ કરવા સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરીશ.”
આઇઆઇટી દિલ્હીના પૂર્વ વિદ્યાર્થી ડૉ. ચતુર્વેદીએ નેટમનડાયલ ઇનિશિયેટિવના ગ્લોબલ કો-ચેર તરીકે સેવા આપી છે, તેઓ યુએન ઇન્ટરનેટ ગવર્નન્સ ફોર (એમએજી)ના સભ્ય હતા, જે નિમણૂક યુએનએસજીએ કરી હતી તથા યુકે ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (યુકેઆઇબીસી) અને આઇજીએફએસએના બોર્ડમાં પણ સેવા આપી હતી.
ઝુપીમાં જોડાયા અગાઉ ડૉ. ચતુર્વેદી ટિકટોક4ગૂડ ઇન્ડિયામાં કાર્યરત હતા તથા ડિજિટલ ઇકોનોમી, ઉદ્યોગસાહસિકતા, સ્ટાર્ટઅપ્સ, સસ્ટેઇનેબિલિટી એન્ડ ડાઇવર્સિટી, સરકારો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને બહુપક્ષીય સંસ્થાઓ સાથે કામ કરવા જેવા વિવિધ વર્ટિકલમાં સીનિયર લીડરશિપનો બે દાયકાથી વધારે ગાળાનો બહોળો અનુભવ ધરાવે છે.
ડૉ. ચતુર્વેદીએ યસ બેંકમાં સીનિયર પ્રેસિડન્ટ, સીઓએઆઈ (સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા)માં પબ્લિક પોલિસી અને પબ્લિક અફેર્સના હેડ, હિલ + નૉલ્ટનમાં પબ્લિક પોલિસી અને ન્યૂ મીડિયાના ડાયરેક્ટર સ્ટ્રેટેજી તથા દિલ્હી યુનિવર્સિટીની મહિલાઓ માટેની લેડી શ્રીરામ રામ કોલેજમાં જર્નલિઝમ અને કમ્યુનિકેશનના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પણ કામ કર્યું છે.
તેઓ ઇન્ટરનેટ સંચાલિત એકથી વધારે હિતધારકો પર નિષ્ણાત ગણાય છે તથા નવી અને વિકસતી ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે સાયબરસ્પેસમાં પ્રેરર તેમજ ટેકનોલોજી અને લીડરશિપમાં વધારે મહિલાઓને લાવવા માટેનો જુસ્સો તેમજ ગેમિંગને લાભદાયક બનાવવામાં પ્રેરક ગણવામાં આવે છે.
પોતાની નવી ભૂમિકામાં ડૉ. ચતુર્વેદી સરકારી સંસ્થાઓ અને નીતિનિર્માતાઓ સાથે કામ કરશે, કારણ કે ભારત ઓનલાઇન ગેમિંગ, એજ્યુકેશન અને કૌશલ્ય ક્ષેત્ર માટે નીતિગત માળખું ઊભું કરી રહ્યો છે. ભારત મોબાઇલ ગેમિંગ ક્ષેત્રમાં દુનિયાના ટોચના પાંચ દેશોમાં સ્થાન ધરાવતો હોવાથી ભારતના વિકાસની પૃષ્ઠભૂમિમાં તેમનું પ્રદાન મુખ્ય ફોકસ એરિયા બનશે.
ડિજિટલ અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઇન્ટરનેટના સંચાલનમાં તેમનું કામ ઉદ્યોગ, એકેડેમિયા અને સરકારો દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું છે. તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ડેટા ફ્લો, નવી અને વિકસતી ટેકનોલોજીઓથી સારી રીતે વાકેફ છે તથા ઉદ્યોગ અને સરકારોના વિવિધ મહત્ત્વપૂર્ણ મંચોમાં અવારનવાર કીનોટ સ્પીકર હોય છે.