અપોલો હોસ્પિટલ્સે એક જ દિવસમાં ચાર માઇટ્રાક્લિપ પ્રક્રિયા કરનારું એશિયાનું સૌપ્રથમ ગ્રૂપ બન્યું

માઇટ્રલ વાલ્વ લીક્સ (માઇટ્રલ રીગરગિટેશન) ધરાવતા દર્દીઓની સારવાર કરવા નોન-સર્જિકલ વિકલ્પ પ્રદાન કરે છે. માઇટ્રલ વાલ્વ લીક્સ કાર્ડિયાક ફેઇલ્યર તરફ દોરી શકે છે. નોન-સર્જિકલ પદ્ધતિ ઓપન-હાર્ટ સર્જરીને ટાળે છે અને એના બદલે જાંધમાં એક નસ દ્વારા કેથેટર દ્વારા હૃદય સુધી પહોંચવાનો અભિગમ ધરાવે છે.
~ લઘુતમ વાઢકાપ ધરાવતી માઇટ્રાક્લિપ પદ્ધતિ લીક થતાં માઇટ્રલ વાલ્વની સારવાર ઓપન હાર્ટ સર્જરી વિના કરે છે, જે સર્જરીનું ઊંચું જોખમ ધરાવતા દર્દીઓ માટે જીવનરક્ષક છે~
ચેન્નાઈ, 16 માર્ચ, 2021:એશિયાની સૌથી મોટી અને સૌથી વિશ્વસનિય હેલ્થકેર ગ્રૂપ અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપે એક દિવસમાં એક પછી એક ચાર માઇટ્રાક્લિપ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરીને વધુ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ મેળવી હતી અને નવો માપદંડ સ્થાપિત કર્યો હતો. એક જ દિવસે ગંભીર હાર્ટ ફેઇલ્યરથી પીડિત ચાર દર્દીઓ પર માઇટ્રાક્લિપ ઇમ્પ્લાન્ટ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી, જેણે જાપાનનો વિક્રમ તોડી નાંખ્યો છે,
જ્યાં એક દિવસમાં ત્રણ દર્દીઓ પર માઇટ્રાક્લિપ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. એક પછી એક આ ચાર માઇટ્રાક્લિપ પ્રક્રિયાઓ અપોલો હોસ્પિટલ્સ, ચેન્નાઈમાં સીનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સાંઈ સતિષ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
માઇટ્રાક્લિપ પદ્ધતિઓમાં ઓછામાં ઓછી વાઢકાપ થાય છે, જે ઓપન હાર્ટ સર્જરી વિના લીક થતા માઇટ્રલ વાલ્વને રિપેર કરવાની સુવિધા આપે છે તથા સર્જરીનું ઊંચું જોખમ ધરાવતા દર્દીઓ માટે જીવનરક્ષક છે. તમામ ચાર દર્દીઓની વય 87 વર્ષ હતી. તેઓ 3 દિવસમાં ચાલીને ઘરે ગયા હતા અને અત્યારે તેમની તબિયત સારી છે.
અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપના ચેરમેન ડૉ. પ્રતાપ સી રેડ્ડીએ કહ્યું હતું કે, “આ ખરેખર ગર્વની વાત છે કે, અમારા સર્જનોએ એશિયા ખંડમાં સૌપ્રથમ આ પ્રકારની સીમાચિહ્નરૂપ સફળતા મેળવી છે. અપોલો હોસ્પિટલ્સમાં અમે હંમેશા એ સુનિશ્ચિત કરવા પ્રયાસ કરીએ છીએ કે, અમે અમારે ત્યાં આવતા તમામ દર્દીઓ માટે હેલ્થકેર સોલ્યુશનો ઓફર કરીએ. માઇટ્રાક્લિપ સાથે અમે ગંભીર માઇટ્રલ રિગર્ગિટેશન ધરાવતા દર્દીઓની સારવાર કરી શક્યાં છીએ,
જેઓ સર્જરીનું જોખમ ધરાવતા હતા. તેમને નવું જીવન મળ્યું છે. અત્યાર સુધી દુનિયાના 50થી વધારે દેશોમાં 100,000થી વધારે દર્દીઓમાં માઇટ્રાક્લિપ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમને ગર્વ છે કે, અપોલો હોસ્પિટલ્સ ભારતમાં પસંદગીની થોડી હોસ્પિટલોમાં સામેલ છે, જેને હાર્ટ ફેઇલ્યર ધરાવતા દર્દીઓ માટે માઇટ્રાક્લિપ પ્રક્રિયા હાથ ધરવાની માન્યતા મળી છે. મને ખાતરી છે કે, અમારા ફિઝિશિયનો અને સર્જનો હજુ વધારે શ્રેષ્ઠ કામગીરી કરશે અને અમારા દર્દીઓના લાભ માટે ઉપયોગ કરવા તેમની પાસે ઉપલબ્ધ શ્રેષ્ઠ તબીબી ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવા સીમાચિહ્નો સર કરતાં રહેશે.”
અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્ટર શ્રીમતી સુનીતા રેડ્ડીએ કહ્યું હતું કે, “દુનિયાભરમાં હાર્ટ ફેઇલ્યર મૃત્યુ માટે સૌથી વધુ જવાબદાર કારણો પૈકીનું એક કારણ છે. અભ્યાસો ભારતમાં હાર્ટ ફેઇલ્યરના દર્દીઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો હોવાનો સંકેત પણ આપે છે.
એક અંદાજ મુજબ, ભારતમાં હાર્ટ ફેઇલ્યરના આશરે 4.6 મિલિયન દર્દીઓ છે. ભારતમાં દર્દીઓના લાભ માટે શ્રેષ્ઠ અને લેટેસ્ટ તબીબી ટેકનોલોજી લાવવાની અમારા ઉદ્યોગમાં અગ્રણી પહેલો સાથે અમે માઇટ્રલ વાલ્વ લીક્સ ધરાવતા દર્દીઓની સારવાર માટે માઇટ્રાક્લિપ પ્રસ્તુત કરી છે. માઇટ્રલ વાલ્વ લીક એવી સ્થિતિ છે, જેની સારવારના બહુ ઓછા વિકલ્પો છે, ખાસ કરીને 80થી વધારે વય ધરાવતા વયોવૃદ્ધ દર્દીઓ માટે. સૌપ્રથમ માઇટ્રાક્લિપની સફળ સારવાર 88 વર્ષના દર્દી પર કરવામાં આવી હતી.”
માઇટ્રાક્લિપ પરિવર્તનકારક ઉપકરણ છે, જે દેશમાં હજુ ત્રણ વર્ષ અગાઉ પ્રસ્તુત થયું છે તથા માઇટ્રલ વાલ્વ લીક્સ (માઇટ્રલ રીગરગિટેશન) ધરાવતા દર્દીઓની સારવાર કરવા નોન-સર્જિકલ વિકલ્પ પ્રદાન કરે છે. માઇટ્રલ વાલ્વ લીક્સ કાર્ડિયાક ફેઇલ્યર તરફ દોરી શકે છે.
નોન-સર્જિકલ પદ્ધતિ ઓપન-હાર્ટ સર્જરીને ટાળે છે અને એના બદલે જાંધમાં એક નસ દ્વારા કેથેટર દ્વારા હૃદય સુધી પહોંચવાનો અભિગમ ધરાવે છે. માઇટ્રાક્લિપ રિયલ ટાઇમ 3ડી ઇકોકાર્ડિયોગ્રાફિક અને ફ્લુરોસ્કોપિક માર્ગદર્શન હેઠળ કેથેટરનો ઉપયોગ કરીને હૃદય સુધી પહોંચે છે.
અપોલો હોસ્પિટલ્સના સીનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સાંઈ સતિષે કહ્યું હતું કે, “અમે આશરે ત્રણ વર્ષથી માઇટ્રાક્લિપ પ્રક્રિયા હાથ ધરીએ છીએ. અમારા બહોળા અનુભવ સાથે અમારો આત્મવિશ્વાસ વધ્યો છે, જેના પગલે અમે ફક્ત એક દિવસમાં ચાર અતિ બિમાર દર્દીઓમાં વારાફરતી માઇટ્રાક્લિપ ઇમ્પ્લાન્ટ કરી શક્યાં છીએ.
હકીકતમાં જ્યારે એ દિવસે ફક્ત 2 દર્દીઓ ઓપરેટ કરવાની મૂળ યોજના હતી, ત્યારે અન્ય 2 દર્દીઓ પર ઝડપથી અને તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર હતી. અનુભવી અને સતત ખંતપૂર્વક કામ કરતી ટીમ સાથે અમે સતત એક પછી એક માઇટ્રાક્લિપ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી શક્યાં છીએ. આ સફળતાથી અપોલો હોસ્પિટલ્સમાં સંપૂર્ણ ટીમનો વિશ્વાસ વધ્યો છે.”
ડૉ. સાંઈ સતિષએ દેશમાં માઇટ્રાક્લિપની સૌથી વધુ સંખ્યા સાથે માઇટ્રા વાલ્વ પર પ્રક્રિયા સતત હાથ ધરી છે, જેમણે દેશમાં આ પ્રક્રિયાની શરૂઆત થયા પછી અત્યાર સુધી ભારતના 60 ટકા કેસમાં સારવાર કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, “ખાસ કરીને નબળા અને વૃદ્ધિ દર્દીઓ માટે પરંપરાગત માઇટ્રલ વાલ્વ સર્જરી કરવાનો વિકલ્પ બહુ ઓછો હોય છે. માઇટ્રાક્લિપ એકમાત્ર પર્ક્યુટેનિયસ (ત્વચા મારફતે થતી) ટેકનોલોજી છે, જે સતત વધતા અને ડિજનરેટિવ માઇટ્રલ રિગર્ગિટેશન એમ બંનેમાં અસરકારક છે.
પ્રક્રિયા ત્વચામાં કેથ લેબ દ્વારા હાથ ધરવામાં આવે છે તથા આ ઉપકરણ દૂર કરી શકાય અને એની પોઝિશન બદલી શકાય એવું છે. આ મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિએ આ પ્રક્રિયાને સલામતી પ્રદાન કરી છે. ઊંચું સર્જિકલ જોખમ ધરાવતા ઉચિત રીતે પસંદ કરેલા દર્દી માટે માઇટ્રાક્લિપ લાંબા ગાળે વાજબી છે, જેના પગલે અવારનવાર હોસ્પિટલમાં ભરતી થવાનું ટળે છે. જોકે વધારે મહત્ત્વપૂર્ણ હકીકત એ છે કે, દર્દીને જીવનની ગુણવત્તા પુનઃપ્રાપ્ત થવાની સાથે નવજીવન મળે છે અને ફરી એક વાર સક્રિય સાધારણ જીવનશૈલી અપનાવી શકે છે.”
અપોલો હોસ્પિટલ્સે ઇકો કનેક્ટ પ્રોજેક્ટ પણ વિકસાવ્યો છે, જે રાષ્ટ્રીય સ્તરે લીક થતા માઇટ્રલ વાલ્વને ઓળખવા આ પ્રોગ્રામનો વ્યાપ વધારવાની સુવિધા આપશે. ડૉ. સાંઈ સતિષ અપોલો હોસ્પિટલ્સ, ચેન્નાઈના સીનિયર કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ પ્રોફેસર કે ચંદ્રશેખરન સાથે કામ કરે છે, જેમણે દેશભરમાં ઇકોકાર્ડિયોગ્રાફી હાથ ધરવા નિષ્ણાતનો અભિપ્રાય પ્રદાન કરવા, ખામીયુક્ત માઇટ્રલ વાલ્વને ઓળખવા અને તેમને આ જીવન બચાવતી માઇટ્રાક્લિપ પ્રક્રિયા માટે અપોલો હોસ્પિટલના સર્વોચ્ચ સેન્ટર ચેન્નાઈમાં રેફર કરવા સ્પેશ્યાલિસ્ટોને સક્ષમ બનાવવા ઇકો કનેક્ટ પ્રોજેક્ટનો વિચાર કર્યો છે.
અપોલો હોસ્પિટલ્સ દર્દીઓ માટે માઇટ્રાક્લિપની ટેકનોલોજીકલ સફળતાને ઉપલબ્ધ કરાવવામાં મોખરે છે, કારણ કે અપોલો તબીબી સારવારમાં સુધારો ન ધરાવતા મધ્યમથી ગંભીર કે ગંભીર પ્રાથમિક અને સેકન્ડરી માઇટ્રલ રિગર્ગિટેશન સાથે હાર્ટ ફેઇલ્યર ધરાવતા દર્દીઓ માટે પ્રમાણભૂત સારવાર આપે છે.
તાજેતરમાં પ્રાપ્ત થયેલા સીમાચિહ્નરૂપ પરીક્ષણે દર્શાવ્યું છે કે, માર્ગદર્શિકા-સૂચિત તબીબી સારવાર (જીડીએમટી) સાથે માઇટ્રાક્લિપનો ઉપયોગ કરીને ટ્રાન્સકેથેટર માઇટ્રલ વાલ્વ રિપેર જીડીએમટીમાં શ્રેષ્ઠ હતી, જેણે હાર્ટ ફેઇલ્યર (એચએફ) માટે હોસ્પિટલાઇઝેશનમાં અને ગ્રેડ 3-4+ માઇટ્રલ રિગર્ગિટેશન ધરાવતા સીમ્પોટોમેટિક એચએફ દર્દીઓમાં મૃત્યુમાં ઘટાડો કર્યો છે. ડાબા વિવર (એલવી)ના ડાઇમેન્શન્સ અને દર્દીના ચિહ્નોમાં પણ સુધારો જોવા મળ્યો હતો. વળી પહેલા મહિનાથી જીવનની ગુણવત્તા (ક્યુઓએલ) માપદંડોમાં નોંધપાત્ર સુધારો થયો હતો અને 24 મહિના સુધી જળવાઈ રહ્યાં હતાં. માઇટ્રાક્લિપે ઉત્કૃષ્ટ સલામતી પણ પ્રદર્શિત કરી હતી.
કોવિડ-19 રોગચાળાએ સારવાર માટે હોસ્પિટલની મુલાકાતો પર નિયંત્રણો સાથે આંતરરાષ્ટ્રીય અવરજવર પર ગંભીર અસર કરી છે. આ પ્રકારના સમયમાં પણ હૃદયરોગોની અદ્યતન સારવારોનું સર્વોચ્ચ કેન્દ્ર અપોલો હોસ્પિટલ્સ ચેન્નાઈએ ડૉક્ટર્સની અસાધારણ ક્ષમતા સાથે હૃદયરોગો માટે સૌથી વધુ જટિલ પ્રક્રિયાઓ હાથ ધરી છે અને ગ્રૂપના વિઝનને ચરિતાર્થ કર્યું છે.