ઉમેદવાર કરતા નોટાને વધુ મત મળે તો ચૂંટણી રદ કરી શકાય?
નવી દિલ્હી: ચૂંટણીમાં મતદારોને નોટા વિકલ્પ આપ્યાના આઠ વર્ષ બાદ, સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર અને ચૂંટણી પંચને પૂછ્યું હતું કે, જાે સૌથી વધારે મત મેળવનારા ઉમેદવાર કરતાં નોટાને વધારે મત મળ્યા હોય તો શું દરેક ઉમેદવારોને નામંજૂર કરવા તે કાયદાકીય રીતે સ્વીકાર્ય હશે કે કે કેમ?
ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે અને જસ્ટિસ એ.એસ. બોપન્ના અને વી રામસુબ્રમણ્યનની ખંડપીઠ વકીલ અશ્વિનીકુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલ સાથે સંમત થયા હતા. આ સાથે કહ્યું હતું કે, આ પ્રકારના પગલાથી ચૂંટણી બાદ સંસદ અને વિધાનસભાઓની રચનામાં અવરોધ ઉભો થઈ શકે છે.
ઉપાધ્યાય તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મેનકા ગુરુસ્વામીએ કહ્યું હતું કે, નોટા મતદારો માટે વિકલ્પ હોવા છતાં, રાજકીય પક્ષોએ ‘સારા ઉમેદવારો’ પસંદ કરવા માટે પ્રોત્સાહન આપ્યું નથી. કારણ કે, નોટાને મળેલા મતથી ચૂંટણીના પરિણામો પર કોઈ અસર પડી નથી. ‘અરજદાર ઈચ્છે છે કે જાે નોટાને મળેલા મત વિજેતા ઉમેદવાર કરતાં વધારે હોય તો, ચૂંટણી રદ કરવામાં આવે અને ફરીથી ચૂંટણી યોજાવી જાેઈએ’, તેમ તેમણે કહ્યું હતું
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાનું (સીજેઆઈ) કહેવું હતું કે, આપણી ચૂંટણી પ્રણાલીમાં આ પ્રતિક્રિયાકારક હોઈ શકે છે. ‘ધારી લો કે રાજકીય પક્ષોનો મતદારો પર પ્રભાવ છે અને તેઓ તેમને કેટલાક મતદારક્ષેત્રમાં નકારાત્મક મત આપવા માટે મનાવવામાં સફળ થાય. છે. તેના પરિણામરૂપે સંસદ અને વિધાનસભાની ઘણી બેઠકો ખાલી પડી રહેશે અને ગૃહની રચના માટે મુશ્કેલી ઉભી થશે. આ સિવાય મતદારક્ષેત્ર લાંબા સમય સુધી રજૂઆત વગર રહેશે’, તેમ ખંડપીઠે જણાવ્યું હતું.
ગુરુસ્વામીએ કહ્યું હતું કે, તમામ ઉમેદવારોના અસ્વીકારથી રાજકીય પક્ષો ક્લીન ટ્રેક રેકોર્ડ ધરાવતા લોકોની જ પસંદગી કરશે અને રાજકારણના ગુનાહિતકરણને રોકવામાં લાંબો રસ્તો નક્કી કરશે. તો સીજેઆઈએ પૂછ્યું કે, ‘શું તમને લાગે છે કે રાજકીય પક્ષો આવી કવાયત નથી કરતા?’
અરજદારે જવાબમાં કહ્યું કે, જાે નોટાને બહુમતી મળે તો તે મત વિસ્તારની ચૂંટણી રદ કરવી જાેઈએ અને કોઈ ચોક્કસ સમયગાળામાં નવી ચૂંટણી યોજાવી જાેઈએ. રદ થયેલી ચૂંટણીમાં નામંજૂર થયેલા ઉમેદવારોને નવી ચૂંટણીમાં ભાગ લેવાની છૂટ ન હોવી જાેઈએ. જાે નોટાને વધારે મત મળે તો, લડતા ઉમેદવારોને અસ્વીકાર કરવાનો અને નવા ઉમેદવારોની પસંદગી કરવાનો અધિકારી ફક્ત મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીની કરવા માટે જ જરૂરી નથી, પરંતુ તે બિનસાંપ્રદાયિકતા માટે પણ જરૂરી છે.
૨૭ ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ પીયીસીએલ કેસમાં સુપ્રીમ કોર્ટે ચૂકાદાને આધારે ઈવીએમમાં વિકલ્પ કરીકે નોટાને રજૂ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, લોકશાહી ટકી રહે તે માટે, લોકોના પ્રતિનિધિઓ તરીકે શ્રેષ્ઠ ઉપલબ્ધ લોકોની પસંદગી થવી જરૂરી છે. આ સૌથી સારા અને નૈતિક મૂલ્યોવાળા વ્યક્તિઓના માધ્યમથી પ્રાપ્ત કરી શકાય છે, જે સકારાત્મક મત પર ચૂંટણી જીતે છે. તેથી, લોકશાહીમાં મતદારોને નોટા પસંદ કરવાની તક આપવી જ જાેઈએ. જે રાજકીય પક્ષોને મજબૂત ઉમેદવારોની નિમણૂક કરવાની ફરજ પાડશે.
૨૯ ઓક્ટોબર, ૨૦૧૩ના રોજ ઈલેક્શન કમિશને એક પરિપત્ર બહાર પાડ્યો હતો કે, નોટાને મત મળવાની સ્થિતિમાં, જે કોઈ પણ ઉમેદવાર દ્વારા મતદાન કરવામાં આવેલા મતની સંખ્યા વધારે છે, તો પછી સૌથી વધારે પોઝિટિવ વોટ ધરાવતા મતદારને વિજેતા જાહેર કરવામાં આવશે. તેનો અર્થ એ હતો કે, જાે ચૂંટણીમાં નોટાને બહુમત મળે તો પણ મતદાનના પરિણામ પર તેની અસર નહીં પડે.
૨૧ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ સુપ્રીમ કોર્ટે રાજ્યસભાની ચૂંટણી માટે બેલેટ પેપર્સમાં નોટાના વિકલ્પને પૂરા પાડતી ઈસીની એક સૂચનાને સુપ્રીમ કોર્ટે રદ કરી હતી. અને કહ્યું હતું કે, નેગેટિવ મત વિકલ્પ માત્ર લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ માટે લાગુ થશે.