સ્કોર્પિયો ચોરી નહતી થઈ વાજેની સોસાયટીમાં જ હતી
મુંબઈ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી સ્કોરપિયો મુકવાના મામલામાં મુંબઈના પોલીસ અધિકારી સચિન વાજેની ધરપકડ બાદ નવો ખુલાસો થયો છે.
વાજેની ધરપકડ બાદ પૂછપરછ કરી રહેલી નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સીના અધિકારીઓનુ કહેવુ છે કે, વાજેએ પોતાની સોસાયટીના સીસીટીવી ફૂટેજ ડિલિટ કરાવી દીધા હતા. જાેકે એજન્સીને તે ફરી મળી ચુક્યા છે.જેનાથી ખબર પડે છે કે, સ્કોર્પિયો ચોરી નહોતી થઈ.આ કાર ૧૮ થી ૨૪ ફેબ્રુઆરી વચ્ચે વાજેની સોસાયટીમાં જ ઉભેલી દેખાઈ છે.
સૂત્રોના કહેવા પ્રમાણે મનુસખ હિરેનની કાર ચોરી થઈ જ નહોતી.તે વાજેની સોસાયટીમાં જ હતી અને સીસીટીવી ફૂટેજમાં આ સાબિત થયુ છે.
ઉલ્લેખનીય છે કે, ગાડીના માલિક મનસુખ હિરેને પહેલા પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે, ૧૭ ફેબ્રુઆરીએ મારી કાર ગાયબ થઈ હતી.જાેકે ફોરેન્સિક રિપોર્ટમાં સાબિત થયુ છે કે કારનો દરવાજાે બળજબરીથી તોડવામાં આવ્યો હોય તેવો કોઈ પૂરાવો નથી.
ઉલ્લેખનીય છે કે, મનસુખ હિરેનનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા બાદ એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મળી આવવાનો મામલો વધારે વિવાદાસ્પદ બન્યો હતો.તેમાં પણ કારના માલિક મનસુખ હિરેનનુ શંકાસ્પદ સંજાેગોમાં મોત થયા બાદ મામલાની તપાસ એનઆઈએ દ્વારા શરુ કરવામાં આવી હતી. આ મામલામાં હવે સચિન વાજેની સંડોવણી હોવાનુ સ્પષ્ટ છે તેવુ એજન્સીનુ કહેવુ છે.