Western Times News

Gujarati News

મહિલા-પિતાએ રેપની ખોટો કેસ કરતા યુવકનો આપઘાત

Files Photo

નવી દિલ્હી: ગોયલા ખુર્દ સ્થિત એક વ્યક્તિએ લમણે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. આ વ્યક્તિ પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં તેણે લખ્યું છે કે એક મહિલા અને તેના પિતાએ તેનટ્ઠી સામે બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતકની માતાની ફરિયાદના આધારે કેસની તપાસ શરૂ કરી છે. ડીસીપી સંતોષકુમાર મીનાએ આ કેસની પુષ્ટિ કરી છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સાંજના ચાર વાગ્યે દિપક સંગવાને માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી હતી. પોલીસને વેક્ટેશ્વર હોસ્પિટલમાંથી આ અંગેની જાણ થઈ હતી. પોલીસને કહેવામાં આવ્યું હતું કે ગોયલા ખુર્દના રહેવાસી દિપકને ગોળી વાગતાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જે બાદ પોલીસ ટીમ હોસ્પિટલ પહોંચી હતી. પરંતુ પીડિત નિવેદન આપવાની સ્થિતિમાં નહોતો. તપાસમાં બહાર આવ્યું કે તેણે પિસ્તોલથી ગોળી મારીને પોતાને ઈજા પહોંચાડી હતી. પીડિતની માતાના નિવેદનો નોંધવામાં આવ્યા છે, ઉપરાંત ક્રાઇમ ટીમે ઘટનાસ્થળે પણ તપાસ કરી છે.

પોલીસને ઘટનાસ્થળ પરથી પિસ્તોલ અને બે બુલેટ મળી આવી છે. આ ઉપરાંત પોલીસે તમામ સામગ્રી કબજે કરી લીધી છે. તપાસ દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. તેમાં મૃતકે લખ્યું છે કે મહાવીર એન્ક્‌લેવમાં રહેતી એક મહિલા અને તેના પિતાએ તેની સામે ખોટી એફઆઈઆર નોંધાવી છે. મૃતકે ઉપરોક્ત મહિલાને બે લાખ રૂપિયા આપ્યા હતા.

મહિલાએ આ રૂપિયા મૃતકને ચેક દ્વારા પરત કર્યા હતા. પરંતુ ચેક બાઉન્સ થઈ ગયો. જે બાદ મૃતકે મહિલા વિરુદ્ધ કોર્ટમાં કેસ કર્યો હતો. જ્યારે મહિલાને કોર્ટનું સમન્સ મળ્યું ત્યારે મહિલા અને તેના પિતાએ મૃતકને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. મૃતકે લખ્યું છે કે યુવતીએ તેના પર બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે યુવતીએ સાગરપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.