ધારાસભ્ય મારી પાસે અડધી ચા મંગાવતા હોય તેમ કરોડો રૂપિયાનાં રોડ રસ્તાઓની માંગણી કરે છે
રાજયનાં બજેટ પર ચાર દિવસની ચર્ચા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગૃહમા બોલવા ઉભા થયા હતા. તેમણે કહ્યું કે, કેટલાક ધારાસભ્ય મારી પાસે અડધી ચા મંગાવતા હોય તેમ કરોડો રૂપિયાનાં રોડ રસ્તાઓની માંગણી કરે છે. કેટલાક ધારાસભ્યોને એવું કે, અમારાં વિસ્તારની રજુઆત અંગે મેસેજ કર્યો છે.
કચ્છમાં નર્મદાનુ કામ પૂરુ કરવા કાલે જ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને કહ્યું છે. ખેડૂત સુખી તો ગામડુ સુખી. દિલ્હીમાં અને અન્ય રાજ્યોમાં બધે આપણા ગુજરાતનું દૂધ લેતા હશે. દૂધ પાવડરની નિકાસ માટે ગુજરાત સબસીડી આપે છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં વાત ગઈ અને પાવડરના ભાવ વધી ગયા અને ફાયદો થયો. ખેડૂતોને અમે સબસીડી આપીએ છીએ. અમરસિંહ ચૌધરીની પાછળ તેમને બદનામ કરવા કોંગ્રેસના જ બીજા જૂથે ખેડૂતો નળ ગોળીએ દીધા હતા.
ખેડૂતોને કોઈ વ્યાજ સહાય આપતા ન હતા, જેથી લઠ્ઠો પીને મરી જતા એમને જ સહાય આપતા હતા. ગુજરાતના માથા પર દેવા અંગે નીતિન પટેલે કહ્યું કે, દેવુ દુનિયાનો કોઈ દેશને નથી એવી સ્થિતિ તો નથી જ. દરેક દેશ ક્યાંકથી લોન લે જ છે. કોંગ્રેસના સમયે ૧૯૬૦ માં પણ દેવુ હતું જ.
તેથી આવા ધારાસભ્યોને વિનંતી છે કે ગમે તે રજુઆત, માંગણીઓ કરો, પણ ઓફિશિયલ લેટર પેડ પર કરો. યોગ્ય રીતે રજુઆત માંગણીઓ નહીં હોય તો તે બાબત ધ્યાને નહિ લેવાય. સાથે જ તેમણે કહ્યું કે, ચાર દિવસીય ચર્ચા દરમિયાન ૮૫ જેટલા ધારાસભ્યોએ બજેટ પર ચર્ચા કરી છે. જે ધારાસભ્યોએ બજેટ અંગે સૂચનો કર્યા છે તે અંગે અમે પૂરી કાળજી રાખીને નોંધ લીધી છે. ધારાસભ્યોનાં સૂચનો પર અમારો વિભાગ કામ કરશે.
નીતિન પટેલે જણાવ્યું હતું કે, ટીકા કરવાનુ કશુ બાકી રહેતુ નથી. થોડો શિક્ષકનો રોલ આજે નિભાવવાનો છું. આજે ઘરગથ્થુ ઉત્પાદન ૧૬,૫૯,૫૦૭ રૂપિયા છે. માથાદીઠ આવક ૧૯૬૦ માં ૩૬૨ થી વધીને ૨,૧૬,૩૨૯ રૂપિયા આજે થઈ છે. ગુજરાતના ખેડૂતો દ્વારા ગત વર્ષે ૧ લાખ ૭૩ હજાર કરોડ રૂપિયાનું ઉત્પાદન ખેડૂતોએ કર્યુ.
આજે ચોમાસુ ગયુ તેની વાત કરીએ. તેમાં કચ્છ, બનાસકાંઠા અને ગુજરાતના બાગાયતી ખેડૂતોને અભિનંદન. કોઈ ફળ એવુ નહિ હોય બધા ફળ ગુજરાતમાં પાકે છે. દર અઠવાડિયે છાપામાં આવે છે. કપાસ, મગફળી, રાયડો નાંખવાની જગ્યા નથી. બધુ ભરાઈ જાય છે. કોંગ્રેસના સમયમાં કાળા કાગડા ઉડતા હતા.