સોમનાથ અંગે ઉશ્કેરણીજનક બોલનાર યુવકની ઓળખ થઈ
ગાંધીનગર, ગીર સોમનાથ મંદિરની પાછળના ભાગના દરિયા કિનારાનો એેક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. જેમાં એક વિધર્મી જણાતો યુવક સોમનાથના ઇતિહાસ અંગે ઉશ્કેરણીજનક અને વિવાદાસ્પદ બોલી રહ્યો છે. આ વ્યક્તિ ત્રણ મિનિટ અને ૨૪ સેકન્ડના આ વીડિયોમાં મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિર લૂંટ્યાની ઘટનાને બિરદાવી રહ્યો છે.
આ મામલે સોમનાથ ટ્રસ્ટે પોલીસમાં અરજી કરી છે. આ વીડિયો જાેઇને લોકોમાં વીડિયો બનાવનાર વ્યક્તિને ઝડપી પાડવાની માંગ ઉઠી છે. પોલીસે આ અંગે વિવિધ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે. વીડિયોમાં દેખાતા આ વ્યક્તિની ઓળખ પણ થઇ ગઇ છે. જાેકે, મળતી માહિતી પ્રમાણે, આ યુવકનું નામ ઇર્ષાદ રશીદ છે.
આ વ્યક્તિ ઘણાં સમયથી ‘જમાતે આદિલા હિંદ’ નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. જેમાં કોમી એકતાને ડોહળે તેવા વીડિયો પોસ્ટ કરતો હોય છે. હાલ પોલીસે આ યુવકની શોધખોળ હાથ ધરી છે. આ વીડિયો સોમનાથી મહાદેવ મંદિરના પાછળના ભાગે અને ભીડિયા વિસ્તારમાં ઉતાર્યાનું માનવામાં આવી રહ્યું છે.
આ સોશિયલ મીડિયામાં ફરતા વીડિયોમાં એક યુવક મંદિરની મુલાકાત લઇને આવ્યો હોવાનો ઉલ્લેખ વીડિયોમાં કરે છે. આ સાથે તે મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિરને લૂંટયાની ઘટનાને બિરદાવી રહ્યો છે. આ અંગે ગીરસોમનાથના એસપી, રાહુલ ત્રિપાઠી જણાવે છે કે, અમને આ વીડિયો ધ્યાને આવ્યો છે.
જેમાં પોલીસની વિવિધ ટીમો આ અંગેની તપાસ કરે છે. આ વીડિયોનું રેકોર્ડિંગ ક્યાંથી થયું છે અને જે વીડિયોમા બોલે છે તે માણસ કોણ છે. હાલ તપાસ ચાલુ છે.