મેચ જાેવા દૂરદૂરથી આવેલા ક્રિકેટ પ્રેમીઓ પ્રવેશ ન મળતા નારાજ
અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. કોરોના કેસ વધતા સરકારે ૧૭ માર્ચ ૨૦૨૧થી ચાર મહાનગરોમાં રાત્રે ૧૦થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ કરવાનો ર્નિણય કર્યો છે. રાત્રિ કરફ્યુની આ વ્યવસ્થા ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી અમલમાં રહેશે.
ત્યારે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી ટી૨૦ મેચ જાેવા હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા. જેથી જીસીએ ર્નિણય કર્યો છે કે, હવેની મેચ પ્રેક્ષકો વગર રમાશે. જાેકે ટિકિટ બૂક કરાવી છે તેને રીફન્ડ આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. પરંતુ આજની મેચ જાેવા માટે જે લોકો દૂર દૂરથી આવ્યા હતા
તેમનું વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં મેચ જાેવાનું સપનું તૂટી ગયું હતું આજની મેચ જાેવા માટે ક્રિકેટ પ્રેમીઓ દૂરદૂરથી આવ્યા હતા. પરંતુ અનેક પ્રેક્ષકોને તો સ્ટેડિયમ પહોંચ્યા બાદ મેસેજ મળ્યા કે આજની મેચમાં પ્રેક્ષકો ઉપસ્થિત રહી નહિ શકે. જેથી પેક્ષકોમાં નારાજગી જાેવા મળી હતી રાજસ્થાનથી આવેલા પ્રેક્ષકોએં જણાવ્યું હતું કે, મેચ ક્યાંય પણ રમાતી હોય ત્યાં અમે મેચ જાેવા જઈએ છીએ.
આજની મેચ જાેવા માટે ઓનલાઈન ટિકિટ બૂક કરાવી હતી અને રાજસ્થાથી આવવાનું ટિકિટનું ભાડું ખર્ચીને અહીં આવ્યા છીએ. અહીં આવ્યા બાદ જાણ થઈ કે, મેચ જાેવા નહીં મળે.તેથી નિરાશા થઇ છે. જાે કે કેટલાક પ્રેક્ષકોનું કહેવું છે કે, કોરોનાના વધતા કેસ બાદ જીસીએ ર્નિણય કર્યો તે આવકાર્ય છે. પરંતુ તાત્કાલિક જે ર્નિણય કર્યો છે જેના કારણે રાજ્ય બહારથી આવતા લોકો પરેશાન થઈ રહ્યા છે. પ્રેક્ષકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવાના નથી.