આગામી ૩ દિવસ હિટવેવની આગાહી
અમદાવાદ ઃ રાજ્યમાંથી શિયાળાએ વિધિવત વિદાય લઇ લીધી છે. અને ગરમીએ પોતાનો પ્રકોપ બતાવવાનું શરુ કરી દીધું છે. રાજ્યમાં સતત તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉ.ગુ.માં હિટવેવની આગાહી કરવામાં આવી છે. હાલમાં ગુજરાત રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાયો છે.
અમદાવાદ સહીત ૧૨ શહેરોમાં તાપમાન ૩૭ ને પાર પહોચી ચુક્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ડીસા ૩૮.૭ ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. અમદાવાદમાં પણ તાપમાન ૩૮ ડિગ્રીને પાર પહોચી ચુક્યું છે.
હવામાન વિભાગે આગામી ૩ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાંથી વિશેષ કરીને પોરબંદર, દીવમાં હીટ વેવની ચેતાવણી જારી કરેલી છે. અમદાવાદમાં આગામી ૩ દિવસ ગરમીનો પારો ૩૯ ડિગ્રીની આસપાસ રહે તેવી પણ પૂરી સંભાવના છે.