૨૦૩૦ સુધીમાં રેલવે સો ટકા રિન્યુએબલ એનર્જી પર ચાલશે
સરકાર ૫૫૦૦-૬૦૦૦ કિમી લાઇનનું ઇલેક્ટ્રિફિકેશન કરશે, ગયા વર્ષે ૪૦૦૦ કિમી ઇલેક્ટ્રિફિકેશનનું કામ થયું
નવી દિલ્હી, રેલવે પ્રધાન પીયુષ ગોયલે આજે લોક સભામાં મોટી ઘોષણા કરી છે, તેમણે કહ્યું ભારતીય રેલવે ૨૦૩૦ સુધી દુનિયાની પહેલી એવી અને એટલી મોટી રેલવે તંત્ર બની જશે જે સો ટકા રિન્યુએબલ એનર્જી પર ચાલશે.
તેમણે સંસદમાં જણાવ્યું કે રેલવે ઇલેક્ટ્રિફિકેશન પર કામ ચાલી રહ્યું છે, પહેલા વર્ષે લગભગ ૬૫૦ કિમી રેલવે લાઇનનું ઇલેક્ટ્રિફિકેશનનું કામ થતું હતું, આ વર્ષે સરકાર લગભગ ૫,૫૦૦ થી ૬,૦૦૦ કિમી રેલવે લાઇનનું ઇલેક્ટ્રિફિકેશન કરવા જઇ રહી છે, ગયા વર્ષે કોરોનાનાં કારણે ૪,૦૦૦ કિમી રેલવે લાઇનનું ઇલેક્ટ્રિફિકેશનનું કામ થયું. અને વર્ષ ૨૦૨૩ સુધી સમગ્ર દેશનાં રેલવે નેટવર્કનું ઇલેક્ટ્રિફિકેશન થઇ જશે.
રેલવે પ્રધાને જણાવ્યું કે સરકારે ૧૦૦૦ રેલવે સ્ટેશનો અને રેલવેની ૪૦૦ ઇમારતો પર સોલાર પેનલ લગાવી છે, હાલ રેલવે પાસે જમીન છે, જાે કે તેની સાચવવી પણ મુશ્કેલ કામ છે, તેના પર અતિક્રમણ થઇ રહ્યું છે, તેથી સરકારે આ યોજના બનાવી છે. વર્ષ ૨૦૩૦ સુધી ભારતીય રેલવે નેટવર્ક સો ટકા રિન્યુએબલ એનર્જી એટલે કે શુન્ય કાર્બન ઉત્સર્જક રેલવે નેટવર્ક બની જશે. અને પર્યાવરણની પણ સુરક્ષા થશે.