એપ્રિલથી PF-Taxના પાંચ નિયમોમાં ફેરફાર થઈ જશેે
નવી દિલ્હી: પહેલી એપ્રિલથી આપના નાણા અને ટેક્સ સાથે જાેડાયેલા અનેક પ્રકારના ફેરફાર થવા જઈ રહ્યા છે તો આપ તેને આજે જ જાણી લો. બજેટમાં નાણા મંત્રી ર્નિમલા સીતારમણએ મિડલ ક્લાસ અને પગારદાર વર્ગ માટે અનેક પ્રકારના એલાન કર્યા છે. આ નિયમ ૧ એપ્રિલ, ૨૦૨૧થી લાગુ થઈ જશે. જાેકે જે લોકોની ઉંમર ૭૫ વર્ષથી વધુ છે તેમને આ વખતે બજેટમાં રાહત આપવામાં આવી છે એટલે કે એ લોકોએ ટેક્સ રિટર્ન ફાઇલ નહીં કરવું પડે.
ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા નવા નિયમ મુજબ, ૧ એપ્રિલથી ૨.૫ લાખથી વધુ પીએફ કોન્ટ્રીબ્યૂશન કરનાર પર જે વ્યાજ મળે છે તેની પર આપને ટેક્સ આપવો પડશે. નાણા મંત્રીએ વધુ પગારવાળા કર્મચારીઓને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લીધો છે. જાેકે તેની અસર બે લાખ રૂપિયા મંથલી સેલરીવાળા લોકો ઉપર જ પડશે.
સરકાર આઇટીઆર ફાઇલિંગને પ્રોત્સાહન આપી રહી છે. સરકારે નવા નિયમ બનાવ્યા છે કે જે પણ લોકો આઇટીઆર ફાઇલ નહીં કરે તેમને ડબલ ટીડીએસ આપવો પડશે. સરકારે ઇન્કમ ટેક્સ એક્ટમાં સેક્શન ૨૦૬એબીને જાેડી દીધું છે. આ સેક્શન મુજબ, હવે આઇટીઆર ફાઇલ નહીં કરવા પર પહેલી એપ્રિલથી બમણું ટીડીએસ આપવું પડશે. નોંધનીય છે કે, સરકાર એલટીસી સ્કીમનો વિસ્તાર કરી રહી છે.
નવા નાણાકીય વર્ષમાં આ સ્કીમ લાગુ થઈ જશે. નોંધનીય છે કે આ સ્કીમનો ફાયદો એ કર્મચારીઓને મળશે જેઓએ કોરોના મહામારીને કારણે પ્રતિબંધોને કારણે એલટીસી ટેક્સ બેનિફિટનો ફાયદો નહોતો ઉઠાવ્યો. કર્મચારીઓનું ધ્યાન રાખતા સરકારે ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની પ્રોસેસને સરળ બનાવી દીધી છે. પહેલી એપ્રિલથી વ્યક્તિગત ટેક્સપેયર્સને પ્રી-ફીલ્ડ આઈટીઆર ફોર્મ પૂરું પાડવામાં આવશે. તેનાથી આઈટીઆર ફાઇલ કરવું સરળ જઈ જશે.
બજેટમાં નાણા મંત્રીએ એલાન કર્યું હતું કે ૭૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને ટેક્સથી રાહત આપવામાં આવી છે. એટલે કે પહેલી એપ્રિલથી ૭૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને ટેક્સ ફાઇલ કરવું નહીં પડે. નોંધનીય છે કે આ છૂટ એ સીનિયર સિટિઝન્સને આપવામાં આવી છે જે પેન્શન કે પછી ફિક્ડ્ન ડિપોઝિટ પર મળનારા વ્યાજ પર આશ્રિત છે.