માસ્ક ન પહેરવા બદલ જાસ્મિન ભસીનને દંડ ભરવો પડ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/jasmin-bhasin-1024x569.jpg)
મુંબઈ: જાસ્મિન ભસીન અને અલી ગોની હાલમાં ટોની કક્કડના સોન્ગ તેરા સૂટમાં જાેવા મળ્યા હતા. જે બ્લોકબસ્ટર સાબિત થયું. હાલમાં બંને તેનું સેલિબ્રેશન કરતા પણ જાેવા મળ્યા હતા. સોમવારે અલી અને જાસ્મિન સાથે સ્પોટ થયા હતા. જેવી ફોટોગ્રાફરની નજર તેના પર પડી કે તેમણે જાસ્મિનને માસ્ક હટાવવાનું કહ્યું. જાસ્મિને હસતા-હસતા માસ્ક હટાવવાની ના પાડી દીધી. સામાન્ય રીતે કેમેરા સામે પોઝ આપતી વખતે દરેક સેલિબ્રિટી માસ્ક હટાવી દે છે અને જાસ્મિન પણ ઘણીવાર આમ કરી ચૂકી છે. જાે કે, આ વખતે તેણે ના પાડી દીધી અને આ પાછળનું કારણ પણ જણાવ્યું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
બોલિવુડ ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ ઈન્સ્ટાગ્રામ પર જાસ્મિન અને અલીનો વીડિયો શેર કર્યો છે. જેમાં ફોટોગ્રાફર તસવીરો માટે જાસ્મિનને માસ્ક કાઢવાનું કહે છે. જેના જવાબમાં તે કહે છે કે, હું માસ્ક નહીં કાઢું. મારૂં આજે ચલાણ કપાયું છે’. આ કહીને જાસ્મિને તેને મળેલું ચલાણ પણ દેખાડે છે. તેમ છતાં ફોટોગ્રાફરે જીદ કરતાં તેણે માસ્ક નીચે કરી દીધું હતું. જણાવી દઈએ કે, જાસ્મિન અને અલી વધુ એક મ્યૂઝિક વીડિયોમાં સાથે જાેવા મળવાના છે. જેના વિશે વધારે માહિતી મળી નથી. બિગ બોસ ૧૪ ખતમ થયા બાદ જાસ્મિન અને અલી વેકેશન માટે હિમાચલ અને કાશ્મીર ગયા હતા. જ્યાંથી તેઓ થોડા દિવસ પહેલા પાછા આવ્યા છે.
બંનેએ બિગ બોસના ઘરમાં રિલેશનશિપનો સ્વીકાર કર્યો હતો અને હાલ બંને ડેટિંગના તબક્કાને માણી રહ્યા છે. લગ્ન અંગે અગાઉ જાસ્મિને કહ્યું હતું કે, તે લગ્નના બંધનમાં બંધાઈ શકે છે તો બીજી તરફ અલીને જરાય ઉતાવળ નથી. તેણે બિગ બોસના ઘરમાં કહ્યું હતું કે, રિલેશનશિપના મામલામાં તે રુબિના દિલૈકની સલાહ માનશે.
તેણે કહ્યું હતું કે, ‘રુબિનાએ મને પહેલા ડેટિંગનો અનુભવ લેવા માટે ત્યારબાદ સગાઈ અને પછી લગ્ન કરવાનું કહ્યું છે’. તો જાસ્મિને કહ્યું હતું કે, ‘મારા પેરેન્ટ્સ તેના પેરેન્ટ્સને મળવા જશે. તેના માતા-પિતા શું કહે છે તે અમારે જાણવાની જરૂર છે. એકવાર તેઓ મંજૂરી આપી દે પછી હું રાહ નહીં જાેઉ. હું પરણી જઈશ. અલી જ મારો સપનાનો રાજકુમાર છે’.