કરણસિંહ દોરડાની મદદથી હવામાં તરતો નજરે પડ્યો
મુંબઈ: કરણસિંહ ગ્રોવરે એક નવો વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં તે દોરડાની મદદથી હવામાં તરતો નજરે પડી રહ્યો છે. કરણ સિંહ ગ્રોવરના આ વિડીયો પર ઈન્ડસ્ટ્રીઝના ફેન્ડ્સ આશ્ચર્યચકિત છે અને બધા આ અંગે કોમેન્ટ પણ કરી રહ્યા છે. બિપાશા બાસુએ પણ તેના આ વિડીયો પર પ્રેમાળ કોમેન્ટ કરી છે. જાે કે આ વિડીયો જાેઈ રાજ કુન્દ્રા તેમને કંઈક બીજું કરવાની સલાહ આપી રહ્યા છે, જેના પર શિલ્પા શેટ્ટીએ કોમેન્ટ કરી છે.
આ વિડીયોને શેર કરતી વખતે કરણ સિંહ ગ્રોવરે લખ્યું છે લેવિલેટ. વિડીયોમાં કરણ એક મુદ્રામાં બેઠો અને દોરડાને બંને હાથથી પકડતો નજરે ચડી રહ્યો છે, તે હવામાં નીચે અને ઉપર જતા જાેવા મળી રહ્યો છે. આ વર્કઆઉટ જાેઈને બિપાશાએ કોમેન્ટ કરી છે અને પોસ્ટ પર લવ લખ્યું છે. આ સિવાય અન્ય સેલેબ્સે પણ કરણ સિંહ ગ્રોવરે આ વિડીયો પર મજેદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે.
આરતી સિંહે લખ્યું માં કસમ શિલ્પા શેટ્ટીના હસબન્ડ રાજ કુન્દ્રાએ લખ્યું હવે તેને એક હાથે કરો.જેના પર બિપાસા બસુ કહે છે કે તેને આવું પણ ન કહો, કેમ કે તે કરશે. કરણ સિંહ ગ્રોવરના આ વર્કઆઉટ પર કોમ્પ્લિમેન્ટ્સ મળી રહ્યા છે. જણાવી દઈએ કે બિપાશા બાસુ અને કરણ સિંહ માલદિવ્સ ફરવા માટે ગયા હતા. આ દરમિયાન કપલ્સે અનેક ફોટો અને વિડીયો શેર કર્યા હતા. આ કપલ અહીં કરણ સિંહ ગ્રોવરનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે પહોંચ્યું હતું.