આલિયા ભટ્ટનાં બર્થ ડેની અંદરની તસવીરો સામે આવી
મુંબઈ: આલિયા ભટ્ટે ૧૫મી માર્ચે બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. તેના બર્થ ડેને પરિવાર તેમજ ફ્રેન્ડ્સે વધારે સ્પેશિયલ બનાવ્યો હતો. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર અંદરની તસવીર શેર કરીને ફેન્સને સેલિબ્રેશનની અંદરની ઝલક દેખાડી છે. તસવીરમાં આલિયા મમ્મી સોની રાઝદાન, રણબીર કપૂરની મમ્મી નીતૂ કપૂર, તેની બહેન શાહીન ભટ્ટ તેમજ અન્ય કેટલાક સાથે પોઝ આપતી જાેવા મળી રહી છે. આ તસવીરની સાથે તેણે લખ્યું છે કે,
‘મારા જીવનની સૌથી અગત્યની મહિલાઓ. આ સાથે તેણે હાર્ટ ઈમોજી પણ મૂક્યા છે. સોની રાઝદાન અને નીતૂ કપૂર તેમજ અન્ય ઘણાએ પણ સોશિયલ મીડિયા હેન્ડલ પર તસવીરો અને વીડિયો શેર કર્યા છે. સોની રાઝદાને લખ્યું છે કે, ‘કેટલાક મહાન લોકો સાથે સારૂં ફૂડ, અદ્દભુત સાંજ માટે આનાથી વધારે સારી સાંજ હોઈ શકે નહીં. આલિયા ભટ્ટના બર્થ ડે સેલિબ્રેશનમાં હાજર રહેલી નજીકની એક વ્યક્તિએ પણ વીડિયો શેર કર્યો છે. જેમાં એક્ટ્રેસ કેક કટ કરતી જાેવા મળી રહી છે.
આ સાથે બધા હેપી બર્થ ડે ટુ યુ સોન્ગ ગાતા અને ચીચીયારીયો પાડતા જાેવા મળી રહ્યા છે. સોમવારે પણ સોશિયલ મીડિયા પર ચારેબાજુથી બોલિવુડીની ડીવાને શુભેચ્છાઓ મળી હતી. આ સિવાય રવિવારે મોડી રાતે કરણ જાેહરે તેના ઘરે આલિયા ભટ્ટ માટે બર્થ ડે પાર્ટી યોજી હતી. જેમાં દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, અયાન મુખર્જી, શંશાક ખેતાન સહિતના કેટલાક સેલેબ્સ ઉપસ્થિત રહ્યા હતા. જાે કે, એક્ટ્રેસની બર્થ ડે પાર્ટીમાં બોયફ્રેન્ડ રણબીર કપૂર ગેરહાજર રહ્યો હતો. રણબીરને કોરોના થયો હોવાથી તે હોમ આઈસોલેશનમાં છે. ઉલ્લેખનીય છે કે, કરણ જાેહર આલિયા ભટ્ટને દીકરી માને છે. તો તેના દીકરા યશને પણ રક્ષાબંધન પર રાખડી બાંધે છે.