અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતાનો આજે જન્મદિવસ
મુંબઈ: સિનેમા જગતના મહાનાયક અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન ભલે ફિલ્મોથી દૂર છે પરંતુ તેની પર્સનલ લાઈફના કારણે તે અનેકવાર ચર્ચામાં રહી છે. આજે શ્વેતા બચ્ચનનો જન્મદિવસ છે. શ્વેતાનો જન્મ ૧૭ માર્ચ ૧૯૭૪ના રોજ મુંબઈમાં થયો હતો. શ્વેતા આજે ૪૭ વર્ષની થઈ.
ફિલ્મી ખાનદાન હોવા છતાં શ્વેતા ક્યારેય ફિલ્મોમાં દેખાઈ નહી. તે એક કલાકાર બનવાની જગ્યાએ લેખિકા અને કોલમિસ્ટ છે. શ્વેતા છાશવારે પોતાની કોલમને લઈને પણ ચર્ચામાં રહે છે. પરંતુ આજે અમે તમને શ્વેતાની લવ લાઈફ સંલગ્ન એક કિસ્સો જણાવીશું. શું તમને ખબર છે કે બિગ બીની પુત્રી શ્વેતા અને બોલીવુડના દિગ્ગજ એક્ટર હ્રિતિક રોશન એક સમયે રિલેશનશીપમાં હતા? વાત જાણે એમ છે કે હ્રિતિક રોશન બી ટાઉનના સૌથી ચાર્મિંગ એક્ટર છે અને તેની લવ લાઈફ પણ ખુબ ચર્ચામાં રહી છે. કહેવાય છે
જ્યારે હ્રિતિક અને સુઝૈન ખાન અલગ થવાનો ર્નિણય લેવાના હતા અને એક્ટરની જિંદગીમાં જ્યારે કંગના રનૌતની એન્ટ્રી પણ નહતી થઈ ત્યારે શ્વેતા અને હ્રિતિક એક બીજાની નજીક આવવા લાગ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ હ્રિતિક રોશન ત્યારે ઘાયલ થયો હતો અને તેના મિત્ર અભિષેક અને શ્વેતા બચ્ચન તેને મળવા આવતા હતા. શ્વેતા બચ્ચન ત્યારે મુંબઈમાં તેના માતા પિતાના ઘરે હતી અને આ સમયગાળા દરમિયાન બંને ખુબ નજીક આવી ગયા હતા. કથિત રીતે હ્રિતિક અને શ્વેતા એક સાથ ખુબ સમય વિતાવતા હતા અને તેઓ પાર્ટીમાં પણ સાથે જતા હતા. આ દરમિયાન એવી પણ અફવાઓ આવી હતી કે શ્વેતા બચ્ચન તેના પતિ નિખિલ નંદાથી અલગ થવાની છે.
જ્યારે શ્વેતા દિલ્હીની જગ્યાએ મુંબઈમાં શિફ્ટ થઈ ગઈ ત્યારે એવું લાગતું હતું કે સાચે જ બંને અલગ થઈ ગયા છે. શ્વેતાએ નિખિલ સાથે ૧૯૯૭માં લગ્ન કર્યા હતા. અનેક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરાયો છે કે હવે નિખિલ અને શ્વેતા સાથે નથી. પરંતુ આ અંગે હજુ સુધી બંને તરફથી કોઈ વાત સામે આવી નથી. ખબરો મુજબ જ્યારે હ્રિતિક અને કંગનાના સંબંધની વાત મીડિયામાં સામે આવવા લાગી ત્યારે તે સમયે શ્વેતાએ પોતાના ડગ પાછા ખેંચી લેતા અભિનેતા સાથે પોતાના સંબંધ ખતમ કરી દીધા.