મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજીના 79માં દીક્ષા દિનની ઉજવણી કરવામાં આવી
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, 100 વર્ષની ઉંમર ધરાવતા મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ 79 માં દીક્ષા દિન પ્રસંગે સભામાં અસંખ્ય માળા નો હાર પહેરાવવામાં આવ્યો હતો.
સદગુરુ સ્વામીજીના દીક્ષા દિન પ્રસંગે કુમકુમ મંદિર દ્વારા અનેક સામાજીક પ્રવૃતિઓ કરવામાં આવી હતી જેની અંદર ૧૬ વૃદ્ધાશ્રમ આદી સંસ્થાઓની અંદર કુમકુમ મંદીર દ્વારા ફ્રૂટ નું વિતરણ કરવામાં આવ્યું.
બહેરા મૂંગા બાળકોને ભોજન કરાવી ૨૦૧ પેન ડ્રાઈવ નું વિતરણ કરવામાં આવ્યું. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોમાંથી સૌ પ્રથમ વિદેશની ભૂમિ ઉપર ઈ.સ.૧૯૪૮ માં આફ્રિકાની ભૂમિ ઉપર પધાર્યા હતા
ચાર મહિના રહીને ધર્મ,જ્ઞાન,વૈરાગ્ય અને ભક્તિના પિયુષ સૌને પાયા.હિંદુ સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાયના પાયા નાંખ્યા.આજે આ મહા ભગીરથ કાર્યના કારણે સારાય વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો સ્થપાયા છે.જેમાં ભારતીય સંસ્કારોના નાદ ગુંજી રહ્યા છે.જનસમાજની સેવા કરવા માટે શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી કચ્છમાંથી ૪૦૦ કી.મી.એકલા, અટુલા,પગપાળા ચાલતા આવીને ગુરુ શ્રી મુકતજીવન સ્વામીબાપાના ચરણોમાં જીવન સમર્પિત કરી દીધું