Western Times News

Gujarati News

ઇમરાન ખાન સરકાર દેશ ચલાવવામાં અસમર્થ છે : સુપ્રીમ

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાન સરકારથી નારાજગી વ્યકત કરતા કહ્યું કે તે દેશ ચલાવવા કે નિર્ણય લેવામાં અક્ષમ છે સુત્રોના જણાવ્યા અનુસાર સ્થાનિક એકમોના મામલાની સુનાવણી કરતા ન્યાયમૂર્તિ સરદાર તારિકની સાથે જ ન્યાયમૂર્તિ કાજી ફૈજ ઇસાની અધ્યક્ષતાવાળી બે ન્યાયાધીશોની બેંચે પંજાબ સરકાર દ્વારા નિર્વાચન ક્ષેત્રોના પરિસીમન પર અધ્યાદેશ જારી કરવા પર નારાજગી વ્યકત કરતા કહ્યું કે આ મામલાને મુખ્ય ન્યાયમૂર્તિની પાસે મોકલી આપ્યો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સુચિત કરવામાં આવ્યું છે વસ્તી ગણતરીના સંબંધમાં કાઉસિલ ઓફ
કોમન ઇટરેસ્ટ્‌સ (સીસીઆઇ) દ્વારા નિર્ણય લેવામાં આવ્યો નથી ન્યાયમૂર્તિ ઇસાએ પોતાનો ગુસ્સો વ્યકત કરતા કહ્યું કે કોમ ઇટરેસ્ટ કાઉસિંલની બેઠક બે મહીનાથી કેમ થઇ નથી તેમણે સરકારથી સવાલ પુછતા કહ્યું કે લોકતંત્રમાં ચુંટણી પંચની સ્વતંત્રતાથી સમજૂતિ કરી શકાય નહીં

ન્યાયમૂર્તિએ કહ્યું કે સરકાર અને તેના સાથીઓએ ત્રણ પ્રાંતોમાં શાસન કર્યું અને હજુ સુધી સીસીઆઇ દ્વારા એક પણ નિર્ણય લેવામાં આવ્યો નથી તેમણે કહ્યું કે સરકાર દેશ ચલાવવા કે નિર્ણય લેવામાં અસમર્થ છે. ન્યાયમૂર્તિએ કોર્ટના આદેશ છતાં સીસીઆઇની બેઠકને સ્થગિત કરવાને લઇ પોતાની નારાજગી વ્યકત કરી અને તેને બંધારણીય સંસ્થાનું અપમાન ગણાવ્યું અદાલતે કહ્યું કે એવી કોઇ યુધ્ધની સ્થિતિ ન હતી જેથી સીસીઆઇને પોતાની બેઠક કરવામાં રોકી શકાય ન્યાયમૂર્તિ ઇસાએ કહ્યું કે ૨૦૧૭માં વસ્તી દણતરી કરવાના ચાર વર્ષ વીતી ગયા છે

રિપોર્ટ અનુસાર વધારાના એટોર્ની જનરલ આમિર રહમાને અદાલતને જાણ કરી કે સીસીઆઇની બેઠક ૨૪ માર્ચે થશે તેમણે દલીલ આપી કે જાે કે આ એક સંવેદનશીલ મામલો છે આથી સરકાર સર્વસંમતિથી નિર્ણય લેવા ઇચ્છે છે. તેના પર ન્યાયમૂર્તિએ કહ્યું કે સીસીઆઇના રિપોર્ટને ગુપ્ત કેમ રાખવામાં આવ્યો તેમણે કહ્યું કે જાે સારા કામોને ગુપ્ત રાખવામાં આવે છે તો તેનાથી લોકોના મનમાં શંકા પેદા થયા છે. તેમણે આગળ કહ્યું કે લોકોને માહિતી હોવી જાેઇએ કે પ્રાંત શું કરી રહ્યું છે અનેકેન્દ્ર શું કરી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.