અમેરિકામાં અત્યાર સુધીમાં ૫.૩૬ લાખથી વધુ લોકોનાં મોત
વોશિંગ્ટન: વૈશ્વિક મહામારી કોરોના એ અમેરિકામાં ગંભીર રૂપ ધારણ કર્યું છે. કોરોના સંક્રમણ થી અત્યાર સુધીમાં ૫.૩૬ લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, કોરોના અહીં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તેમજ અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં ૨.૯૫ લાખ થી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.
જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઇ) દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, યુ.એસ.માં કોરોનાથી મૃત્યુઆંક ૫,૩૬,૦૬૮ પર પહોંચી ગયો છે, જ્યારે કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ૨,૯૫,૧૨,૪૬૨ પર પહોંચી ગઈ છે. અમેરિકાના ન્યૂયોર્ક, ન્યૂ જર્સી અને કેલિફોર્નિયા પ્રાંત કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. એકલા ન્યૂયોર્કમાં જ કોરોના સંક્રમણને કારણે ૪૯,૦૩૬ લોકોનાં મોત નીપજ્યાં છે.
ન્યુ જર્સીમાં અત્યાર સુધીમાં ૨૩,૯૨૫ લોકો આ મહામારીના કારણે મૃત્યુ પામ્યા છે. કોવિડ -૧૯ થી કેલિફોર્નિયામાં ૫૬,૬૮૬ લોકોનાં મોત થયાં છે. ટેક્સાસમાં, અત્યાર સુધીમાં ૪૬,૫૩૩ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે કોવિડ -૧૯ ફ્લોરિડામાં ૩૨,૩૪૮ લોકો ગુમાવ્યા છે.
આ ઉપરાંત, ઇલિનોઇસમાં ૨૩,૨૩૬, મિશિગનમાં ૧૬,૭૭૯, મેસેચ્યુસેટ્સમાં ૧૬,૬૭૩, અને પેન્સિલવેનિયાના કોરોનામાં ૨૪,૬૨૧ લોકોના મોત નિપજ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે દેશમાં કોરોના રસીકરણ અભિયાન પણ મોટા પાયે ચાલી રહ્યું છે તેમ છતાં કોરોના લોકોને તેમજ સરકારને હંફાવી રહ્યો છે.