૧ એપ્રિલથી આરોગ્ય વીમાના પ્રીમિયમમાં ૧૦ ટકાનો વધારો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/insurance-istock-1024x576.jpg)
નવીદિલ્હી: મોંઘવારીનો વધુ એક માર સહન કરવા માટે તૈયાર થઇ જાવ, કારણ કે ૧ એપ્રિલથી તમારા સ્વાસ્થ્ય વીમાનું પ્રીમિયમ વધી શકે છે. આ વધારો લગભગ ૧૦ ટકા હોઇ શકે છે. કોરોનાના કારણે હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ પ્રીમિયમના વધારાને અત્યાર સુધી રોકી રાખ્યો હતો પરંતુ હવે હજારો કરોડો રૂપિયાના કોરોના ક્લેમ અને આઇઆરડીએઆઇના સ્ટાન્ડર્ડ નિયમો લાગુ થયા બાદ કંપનીઓને પ્રીમિયમ વધારવા પર મજબૂર થવું પડી રહ્યું છે.
મોટાભાગની કંપનીઓ પોતાના પ્રીમિયમને નવા નાણાંકીય વર્ષની શરૂઆતથી રિવાઇઝ કરે છે. આવામાં એક એપ્રિલ ૨૦૨૧થી કંપનીઓ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ વધી શકે છે.
ઇન્શ્યોરન્સ રેગ્યુલેટર આઇઆરડીએઆઇએ ઘણી ગંભીર બીમારીઓને મેડિકલ ઇન્શ્યોરન્સ પોલિસીમાં સામેલ કરી દીધી છે. ઘણી એવી બીમારીઓ હવે પોલિસીમાં સામેલ કરી દેવામાં આવી છે. માનસિક સમસ્યાઓ, આનુવંશિક રોગો, ન્યુરો સંબંધિક વિકારો અને માનસિક રોગોનો સમાવેશ વીમા પોલિસીમાં કરવામાં આવ્યો છે.
માટે વીમા કંપનીઓનું પ્રીમિયમ વધવું નક્કી છે. હજારો કરોડ રૂપિયાના કોરોના ક્લેમ પ્રીમિયમ વધવાનું બીજું કારણ છે. વીમા કંપનીઓ પાસે રૂા. ૧૪ હજાર કરોડના ભારે ભરખમ દાવા છે. જેમાંથી રૂા. ૯ હજાર કરોડના દાવા કંપનીઓ સેટલ કરી ચૂકી છે. ત્રીજુ સૌથી મોટું કારણ છે મેડિકલ ઇન્ફ્લેક્શન, મેડિકલ ક્ષેત્રોમાં ૧૮-૨૦ ટકા ખર્ચ વધ્યો છે. આ કારણે કંપનીઓ પર ભાર વધ્યો છે. આવામાં પ્રીમિયમ વધારો કંપનીઓની મજબૂરી છે.