કોરોનાની વેવને રોકીશું નહીં તો ચિંતા વધશે : નાના શહેરોમાં ટેસ્ટિંગ વધારવામાં આવે :વડાપ્રધાન
નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પ્રતિનિધીઓની સાથે કોરોનાના વધતા સંકટને લઇને એક બેઠક કરી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોને નિર્દેષ આપ્યા છે કે તેઓ ફરી એકવાર ટેસ્ટિંગ, ટ્રેકિંગ, અને ટ્રીટમેન્ટ પર ભાર આપે. મહારાષ્ટ્ર, પંજાબ, કેરલ જેવા રાજ્યોમાં વધી રહેલા કોરોનાના કેસોને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરી. તેમણેે આરટીપીસીઆર ટેસ્ટ વધારવા ઉપર ભાર આપ્યો છે. તેમણે કહ્યુ છે કે, નાના શહેરોમાં પણ ટેસ્ટીંગ વધારવું પડશે. આ ઉપરાંત તેમણે તમામ રાજ્યોને નિયંત્રણ વધારવા સંકેત આપ્યા છે. દવા પણ અને કડકડાઇ પણ જરૂરી હોવાની વાતને તેમણે એકવાર ફરી અનુસરી હતી. વધુમાં તેમણે કહ્યુ કે, ગામડાઓમાં સંક્રમણ ફેલાશે તો મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. જેને લઇને તેમણે રાજ્યોની સરકારને ખાસ ધ્યાન આપવા કહ્યુ છે.
તેમણે દેશમાં રસીકરણની ગતિને પણ વધારવા પર ભાર આપ્યો છે. તેમણે કહ્યુ કે, વેક્સિન દેશમાં કોરોના સામે અકસીર હથિયાર છે. જાે કોરોના મહામારીને રોકવી જે તો આ વેક્સિન ખુબ જરૂરી છે. વળી કોરોના રસીનો બગાડ ના થાય તે પણ જરૂરી હોવાનુ તેમણે જણાવ્યુ છે. આ ઉપરાંત તેમણે કહ્યુ કે, માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વધારો કરવો પડશે. દેશમાં કોરોના વાયરસના વધતા કેસોને લઇને આજે વડાપ્રધાન નરેન્દ્રમોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી. પાછલા એક સપ્તાહમાં દેશમાં સતત નવા કોરોના સંક્રમિતોમાં વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યો એવા છે જ્યાં સૌથી વધારે કેસો સામે આવી રહ્યા છે. તેની વચ્ચે દેશમાં વેક્સિનેશનનું પણ કામ સતત ચાલી રહ્યુ છે.
વડાપ્રધાન અને મુખ્યમંત્રીઓની વચ્ચે બેઠકમાં કોરોનાના કેસોને લઇને પ્રેજેન્ટેશન આપવામાં આવ્યું. જેમાં ૭૦ જીલ્લા એવા છે જ્યાં ૧૫૦% કરતાં વધારે ગતિથી કોરોનાના કેસો વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં પણ લગભગ ડબલ રફ્તારથી કેસો વધી રહ્યા છે. ૧પ માર્ચ સુધીના આંકડાઓ પ્રમાણે પંજાબ, ગુજરાત, છત્તીસગઢ અને મહારાષ્ટ્રની સ્થિતી વધારે ચિંતાજનક છે. જાે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર એવા રાજ્યો છે જ્યાં રસીકરણનું કામ સક્રિય રીતે ચાલી રહ્યુ છે.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે કોરોનાના કેસ વધી રહ્યા છે. કેટલાક દેશમાં બીજી લહેર ચાલુ થઈ ગઈ છે. કોરોનાની બીજી લહેર રોકવી પડશે નહીંતર મહામારીને રોકવી મુશ્કેલ છે. નાના શહેરોમાં ટેસ્ટિંગ વધારવા પડશે. જાે ગામડાઓમાં કોરોના ફેલાયો તો રોકવા મુશ્કેલ છે. દુનિયામાં અનેક કોરોના પ્રભાવિત દેશ છે, જ્યાં કોરોનાની કેટલીક લહેર સામે આવી છે. આપણે ત્યાં પણ કેટલાક રાજ્યોમાં અચાનકથી કેસ વધવા લાગ્યા છે જાે કોરોનાની આ વેવને અહીં રોકવામાં ન આવી તો દેશવ્યાપી અસર જાેવા મળી શકે છે.દેશમાં પણ કેટલાક સ્થળોએ માસ્કના નિયમોનું પાલન નથી થતું. તંત્ર આ મામલે ગંભીરતા દાખવે, આપણે જનતાને ભયના માહોલમાં નથી મુકવાની. આપણે જે સફળતા મેળવી છે તેને બેદરકારીમાં ન ફેરવો. જ્યાં જરૂર પડે ત્યાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવામાં આવે. કેટલાક રાજ્યમાં રેપીડ ટેસ્ટના ભરોસે જ ગાડી ચાલે છે.
કોરોના વાયરસના વધતાં કેસ મુદ્દે પીએમ નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ સામેલ થયા ન હતાં જયારે ચૂંટણીમાં વ્યસ્તતાના કારણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ગેરહાજર રહ્યા. આ બેઠકમાં ગુજરાતમાંથી મુખ્યમંત્રીની સાથે સીએસ અનિલ મુકીમ, કે કૈલાસનાથન સહિતના અધિકારીઓ પણ આ બેઠકમાં જાેડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં એક તરફ કોરોના રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે અને બીજી તરફ સંક્રમણે ફરી હાહાકાર મચાવી દીધો છે. કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા ૨૮ હજારને પાર થતાં છેલ્લા ૩ મહિનાનો રેકોર્ડ તૂટી ગયો છે. આ ઉપરાંત બે મહિનામાં આજે સૌથી વધુ લોકો કોવિડ સામે લડતાં મૃત્યુ પામ્યા છે.
મહારાષ્ટ્રમાં સ્થિતિ વધુ ચિંતાજનક બનતી જઈ રહી છે. અહીં ૨૪ કલાકમાં ૧૮ હજાર જેટલા કેસ નોંધાયા છે અને ૮૭ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. દેશમાં કુલ ૩ કરોડ ૫૦ લાખથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૮,૯૦૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૮૮ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.