આધાર કાર્ડને કારણે રાશન કાર્ડ રદ થવાના મામલે કેન્દ્ર પાસે જવાબ મંગાયો

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે લગભગ ત્રણ કરોડ રાશન કાર્ડને આધાર કાર્ડથી ન જાેડવાના કારણે રદ કરવાને અત્યંત ગંભીર મામલો બતાવ્યો અને તેના પર કેન્દ્ર સરકાર અને તમામ રાજયો પાસેથી જવાબ માંગ્યો છે.
મુખ્ય ન્યાયમૂર્તિ સીજેઆઇ એસ એ બોબડે,એ સી બોપન્ના અને વી રામસુબ્રમણ્યનની બેંચે કહ્યું કે તેને વિરોધાત્મક મામલા તરીકે જાેવો જાેઇએ નહીં કારણ કે આ ખુબ જ ગંભીર મામલો છે. સુનાવણીની શરૂઆતમાં અરજીકર્તા કોયલી દેવી તરફથી હાજર વરિષ્ઠ વકીલ કોલિન ગોંજાલ્વિસે કહ્યું કે અરજી એક મોટા મામલાને ઉઠાવી છે.
સીજેઆઇએ કહ્યું કે બંબઇ હાઇકોર્ટાં પણ મારી સામે આ પ્રકારનો મામલો આવ્યો હતો મને લાગે છે કે આ મામલો સંબંધિત હાઇકોર્ટમાં દાખલ કરવો જાેઇતો હતો બેંચને વકીલને કર્યું કે તેમણે મામલાનો દાયરો વધારી દીધો છે તેના પર વકીલે દલીલ આપી કે તેમને આ એક મહત્વપૂર્ણ મામલો લાગે છે કારણ કે કેન્દ્રે લગભગ ત્રણ કરોડ રાશન કાર્ડ રદ કર્યા છે. બેંચે કહ્યું કે તે કોઇ અન્ય દિવસે મામલાની સુનાવણી કરશે કારણ કે ગોંસાલ્વેસે કહ્યું કે કેન્દ્ર સરકારે રાશન કાર્ડ રજ કરી દીધા છે. જયારે વધારાના સોલિસિટર જનરલ અમન લેખીએ કહ્યું કે ગોંસાલ્વેસે આ ખોટુ નિવેદન આપ્યું છે કે કેન્દ્રે રાશન કાર્ડ રદ કરી દીધા છે.
આ સમગ્ર મામલા પર બેંચે કહ્યું કે અમે કેન્દ્રથી આધાર કાર્ડને કારણે રાશન કાર્ડ રદ થવાના આ મામલા પર જવાબ માંગી રહ્યાં છીએ આ વિરોધાત્મક કેસ નથી અમે તેના પર સુનાવણી કરીશું નોટીસ જારી કરવામાં આવી છે જેના પર ચાર અઠવાડીયામાં જવાબ આપવો જાેઇએ
લેખીએ કહ્યું કે આ મામલામાં નોટિસ પહેલા જ જારી થઇ ચુકી છે અને કેન્દ્રનો જવાબ રેકોર્ડમાં છે તેના પર ગોજાલ્વેસે કહ્યું કે નોટીસ મુખ્ય અરજી પર નહીં પરંતુ વૈકલ્પિક ફરિયાદ નિસ્તારણ પર જારી કરવામાં આવી હતી તેમણે કહ્યું કે મુખ્ય મામલો ત્રણ કરોડ રાશન કાર્ડ રદ કરવાનો અને ભુખથી મોત થવાનો છે.
સુપ્રીમ અદાલતે આ પહેલા ૯ ડિસેમ્બર ૨૦૧૯માં કાયદેસર આધાર કાર્ડ નહીં હોવા પર રાશન પુરવઠાથી વંચિત કરવાને કારણે લોકોના મોત થવાના આરોપને લઇ તમામ રાજયોથી જવાબ માંગ્યો હતો. આ અરજી દેવીએ દાખલ કરી હતી જેની ઝારખંડમાં ૧૧ વર્ષની પુત્રી સંતોષી ભુખી રહેવાને કારણે ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ મોતને ભેટી હતી સંતોષીની બેન ગુડિયા દેવી મામલામાં સંયુકત અરજીકર્તા છે. અરજીમાં સ્થાનિક અધિકારીઓએ રાશન કાર્ડ આધાર કાર્ડથી જાેડાયેલ ન હોવાને કારણે રદ કરી દીધુ હતું જેથી રાશન બંધ થયું અને પરિવાર ભુખ્યા રહેવા મજબુર બન્યો હતો.