Western Times News

Gujarati News

૧૯માર્ચથી ૨૭ માર્ચ સુધીની પરીક્ષા યોજાશે : સરકારનો નિર્ણય

Files Photo

ગાંધીનગર: મહાનગરોમાં કોરોનાના કેસમાં તેજ ગતિથી વધારો થઇ રહ્યો છે. વિદ્યાર્થીઓ શાળાએ જતા ડરી રહ્યા છે તેવામાં રાજ્યમાં શાળાઓમાં પરીક્ષા આપવા મુદ્દે રાજ્ય સરકારે મોટો ર્નિણય કર્યો છે. જેમાં ધો.૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં ધો.૯થી ૧૨ના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે. આ સાથે પરીક્ષાની તારીખ પણ જાહેર કરી છે. ૧૯માર્ચથી ૨૭ માર્ચ સુધીની પરીક્ષા યોજાશે.

આ સાથે જે વિદ્યાર્થીઓ કન્ટેન્મેન્ટ ઝોનમાં રહે છે. તેમને પાછળથી પરીક્ષા આપવી પડશે. કન્ટેન્મેન્ટ ઝોનમાં હોય તેવી શાળાઓમાં પાછળથી પરીક્ષાનું આયોજન કરાશે. કોરોના મહામારી અને લોકડાઉનના કારણે શૈક્ષણિક કાર્ય પર સૌથી મોટી અસર પડી હતી. જાેકે કોરોનાનું સંક્રમણ ઘટતા તબક્કાવાર ફરી શાળા, કોલેજાે અને ટ્યુશન ક્લાસીસ શરૂ થઇ રહ્યા હતા. જાેકે કોરોનાએ ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જ ફરી ઓફલાઇન શિક્ષણ પર ખતરો મંડરાઇ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં ઝડપી વધારો થઇ રહ્યો છે. જાે કે, પરીક્ષા મામલે સરકારે સ્પષ્ટતા કરી દીધી છે.

શિક્ષણમંત્રી અને વિભાગના અધિકારીઓ પણ ચર્ચા કરી હતી. આ બેઠકમાં મહાનગરોમાં કોરોના સંક્રમણ વધતા પરીક્ષા વ્યવસ્થામાં ફેરફાર થઈ શકે છે. આગામી સમયમાં પરીક્ષા અંગે ર્નિણય લેવાઈ શકે છે. અમદાવાદમાં કોરોનાના કેસ વધતા ગુજરાત વાલી મંડળ પણ હરકતમાં આવી ગયું છે. ગુજરાત વાલી મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખી ૨૦ દિવસ શાળા બંધ રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે વાલી મંડળે શાળા બંધ રાખી માત્ર ફાઈનલ પરીક્ષા લેવા માટે માગ કરી હતી અને ગ્રેસીંગ માર્કસ આપીને વિદ્યાર્થીઓને પાસ કરવા માટે વાલી મંડળે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી.

અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. પરંતુ અમદાવાદની સ્કૂલોમાં કોરોના ટેસ્ટિંગનું કોઇ આયોજન કરવામાં આવ્યું નથી. અત્યાર સુધી એકપણ સ્કૂલમાં કોરોના ટેસ્ટ કરાયો નથી. જાેકે અમદાવાદ ડીઇઓએ દાવો કર્યો છે કે એકપણ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ નથી. ટેસ્ટિંગ વિના ડીઇઓના દાવાને લઇ સવાલો ઉભા થઇ રહ્યાં છે. શહેરમાં મોટા પ્રમાણમાં કેસ તો સ્કૂલમાં ટેસ્ટિંગ કેમ નહીં ? ફેડરેશન ઓફ પેરેન્ટ્‌સ એસોસિયેશને ટેસ્ટિંગ માટે માંગ કરી છે. અમદાવાદમાં કોરોના વાયરસના કેસ વધતા હવે શાળાઓ પણ એલર્ટ થઇ ગઇ છે. કેસ વધતા વર્ગખંડમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જાેવા મળી રહી છે.

વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઇને વ્યવસ્થા કરવામાં આવી છે. ટેમ્પરેચર ચેકિંગ અને સેનેટાઇઝેશનની કામગીરી કરવામાં આવી રહી છે. કોરોનાના કેસ વધતા સ્કૂલોમાં વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે. તો બીજી તરફ વાલીઓની ચિંતામાં વધારો થઈ ગયો છે. લાંબા સમય બાદ સરકાર દ્વારા કોરોના પર કાબુ આવતા શાળાઓ શરૂ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. પરંતુ ફરીથી એક વખત રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા કે નહીં તેને લઈને અસમંજસમાં છે. જાે વાલીઓ બાળકોને શાળાએ ના મોકલે તો બાળકોનું ભણતર બગડે અને જાે મોકલે તો બાળકોને કોરોના થાય તેનો ભય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.