પર્યાવરણની સુરક્ષા માટે દહેજની મેહાલી પેપર્સ દ્વારા વૃક્ષારોપણ કરાયું

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, હાલ એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે.જેના પગલે લોકોના હાલ બેહાલ બનતા જોવ મળે છે.તો ગરમી થી બચવા લોકો અવનવા કિમીયા અપનાવતા હોય છે.તો કેટલાક લોકો ગરમીથી બચવા માટે વૃક્ષનો છાયંડો પણ શોધતા હોય છે.
તેવામાં ઔદ્યોગિક વસાહતો સ્થાયેલ કંપનીઓમાં પણ વૃક્ષોનું વધારે વાવેતર કરવામાં આવતું હોય છે.જેથી પર્યાવરણની સુરક્ષા જળવાઈ રહે તે માટે મેહાલી પેપર્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ પહેલ શરૂ કરી છે.
મંગળવાર રોજ દહેજ સ્થિત મેહાલી પેપર્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા પર્યાવરણની સુરક્ષા માટે થઈ જીઆઈડીસી દ્વારા ફાળવેલ ૧૦ એકર થી વધારે જગ્યાના ખુલ્લા પ્લોટ ઉપર વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.જેમાં જીઆઈડીસીના એક્યુઝિટીવ મેનેજર,કંપનીના પ્લાન્ટ હેડ,વડલા ગામના સરપંચ તેમજ કંપનીના અન્ય કર્મચારીઓ તેમજ આમંત્રિત મહેમાનોના હસ્તે અલગ અલગ પ્રકારના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે મેહાલી પેપર્સ પ્રાઈવેટ લિમિટેડ કંપની મેડિકલ,શિક્ષણ અને પર્યાવરણ માટે સતત કામ કરતી આવી છે અને આગળ પણ કરતી રહેશે.ત્યારે મંગળવારના રોજ યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જીઆઈડીસી દ્વારા આપવામાં આવેલ પ્લોટ ઉપર એક મહિનામાં ૧૦ હજાર જેટલા વૃક્ષો વાવવાનો ધ્યેય કર્યો છે અને આ વૃક્ષોની માવજત માટેની જવાબદારી પણ કંપનીએ ઉપાડી છે.જેથી આ વૃક્ષો આવનાર સમય માં મોટા થશે તો પર્યાવરણ માટે ખૂબ ઉપયોગી નિવડશે તેવી કંપનીના અધિકારીઓ આશા વ્યક્ત કરી રહ્યા હતા.