ખેડબ્રહ્મા તાલુકા પંચાયતમાં ભાજપે સત્તાના સૂત્રો સંભાળ્યા

(તસ્વીર- હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ ગઈ અને ઠેર ઠેર ભાજપનો ભગવો લહેરાયો. એ પૈકી ખેડબ્રહ્મા તાલુકા પંચાયતમાં પણ સમગ્ર ગુજરાતને પગલે ભાજપનો ભગવો લહેરાયો હતો અને તાલુકા પંચાયતની કુલ ૨૦ સીટોમાંથી ૧૫ સીટો ભાજપને ફાળે આવી હતી.
જ્યારે સત્તાધારી કોંગ્રેસ પાર્ટીને ફક્ત ૫ સીટોથી જ સંતોષ માનવો પડયો હતો. એ પછી આજરોજ તારીખ ૧૭- ૩- ૨૧ ને બુધવારના રોજ ૧૨ વાગે ખેડબ્રહ્મા તાલુકા પંચાયતના પહેલા માળે હોલમાં ખેડબ્રહ્મા નાયબ કલેકટર શ્રી એચ. યુ.શાહ સાહેબની અદ્યક્ષતામાં તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી,
જેમાં પ્રમુખ તરીકે મોદણબેન શીવાભાઈ પરમાર તથા ઉપપ્રમુખ તરીકે વિરજીભાઇ ભુરાભાઈ ગમાર ચૂંટાયા હતા. આ ચૂંટણી થયા બાદ નવા વરાયેલા તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ તથા સદસ્યો, ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ સુરેશભાઇ પટેલ ગુલાબસિંહ બાપુ શહેર મહામંત્રી પ્રશાંતભાઈ પટેલ તથા ખેડબ્રહ્મા તાલુકા તથા શહેર ના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તથા શુભેચ્છકોએ ભારત માતાકી જયના નારા સાથે ડીજેના તાલે ખેડબ્રહ્મા શહેરમાં વિજય સરઘસ કાઢ્યું હતુ.*