૩૦ વર્ષોમાં ચોખાનું ઉત્પાદન તળિયે પહોંચી જશે : રિપોર્ટ
નવી દિલ્હી: ચોખા અનેક લોકોના મુખ્ય ખોરાક સાથે જાેડાયેલા છે. ઘઉંની જેમ ચોખાની ખપત પણ બંધ છે. પરંતુ શું આગામી ૩૦ વર્ષ આપણે ચોખા ખાઈ શકીશું. અમેરિકાના ઇલીનોઈસ યુનિવર્સિટીના સંશોધકોઅ ભારતમાં ચોખાના ઉત્પાદનને લઈ સંશોધન કર્યું હતું. આ સંશોધનમાં તેમણે નોંધ્યું હતું કે ભૂમિ સંરક્ષણ તકનીકમાં રોકાણ કરવું અને લણણી સમયે કચરો નિયંત્રીત કરવાથી આગામી ૩૦ વર્ષોમાં ચોખાનું ઉત્પાદન ઘટવાનો ખતરો તળી જશે.
આ સંશોધનમાં બિહારમાં દક્ષિણ એશિયાના બોરલાગ ઇન્સ્ટિટ્યૂટનાં ફાર્મમાં ચોખાના વાવેતર ઉપર થયું હતું. આ સંશોધનથી વર્ષ ૨૦૫૦ સુધીમાં ચોખાના ઉપજ, પાણીની માંગનો અંદાજ કાઢવાનો અને હવામાન પલ્ટનો ચોખાના ખેતરો પર અસર જાણવાનો પ્રયત્ન કર્યો હતો. હવામાનમાં ફેરફાર થતા ચોખાના ઉત્પાદન ઉપર પણ ફર્ક પડવા લાગ્યો છે. ખાસ કરીને વરસાદ, કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ સહિતની બાબતોની અસર ચોખાના ઉત્પાદન ઉપર થઈ છે.
તેવું કૃષિ અને બાયોલોજીકલ એન્જિનિયરિંગ વિભાગના વડા પ્રસન્નતા કાલિતાનું કહેવું છે. સામાન્ય રીતે ૧ કિલો ચોખાના ઉત્પાદન પાછળ ૪૦૦૦ લીટર પાણી વપરાય છે. હવે કલાઈમેન્ટ ચેન્જના કારણે સ્ટ્રેટેજી બદલવી પડે તેમ છે. કેટલીક રણનીતિ અંગે સંશોધકોએ વિચાર પણ કર્યો છે. જાે આવી રીતે ચોખાના ખેડૂતો ઉત્પાદન લેશે તો ૨૦૫૦ સુધીમાં ચોખાના ઉત્પાદનમાં મસમોટું ગાબડું પડી જશે તેવું અભ્યાસ પરથી જાણવા મળે છે. અમારા સંશોધનના પરિણામો બતાવે છે કે પાકની વૃદ્ધિનો તબક્કો ઘટતો જાય છે.
વાવણી થાય છે તે દિવસથી લઈને પાક લેવાય છે, ત્યાં સુધીનો સમય ઓછો થઈ રહ્યો છે. પાક ઝડપથી પરિપક્વ થાય છે. આ મુશ્કેલી સામે લડવા માટે એક રસ્તો શોધી કાઢવામાં આવ્યો છે. જે મુજબ પ્રત્યારોપણને બદલે સીધા બીજવાળા ચોખાનો ઉપયોગ કરવો. આ પદ્ધતિ પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ છે. તેમજ ચોખાને નોંધપાત્ર પ્રમાણમાં ઓછા પાણીની જરૂર રહે છે અને સમાન પાકની વૃદ્ધિ થાય છે. પાકનું હાવેર્સ્ટિંગ થયા બાદ મોટા પ્રમાણમાં ધાનનો બગાડ થાય છે તે અંગે પણ સંશોધકોએ ધ્યાન દોર્યું છે. જેમ બને તેમ પાણીનો ઓછો ઉપયોગ થાય અને વધુને વધુ ઉત્પાદન લઈ શકાય તે અંગે સંશોધકો સંશોધન કરી રહ્યા છે.