Western Times News

Gujarati News

હાથી પાછળ પડતાં પ્રવાસીની ચિચિયારીઓ છૂટી ગઈ

Files Photo

નવી દિલ્હી: મનુષ્ય જાત અન્ય પ્રાણીઓથી એટલે અલગ છે કેમ કે તેને વિચારવાની શક્તિ આપી છે. પરંતુ માનવીના વિચારો ખરાબ થઈ જાય, તો પ્રાણી જગત ઉપર મસમોટી સમસ્યા ઉભી થઇ શકે છે. આવા અનેક દાખલા ભૂતકાળમાં બન્યા છે. કુદરતને છંછેડવાથી તેના કોપનો ભોગ પણ માણસજાત બને છે.

પ્રાણીઓના માનવ પર હુમલા વધ્યા છે, તેનું કારણ પણ જંગલમાં વધતી જતી માનવની દખલ છે. કર્ણાટકની સફારીમાં પ્રવાસીઓ ઉપર હુમલા થયા હોવાની ઘટના સામે આવી છે. આઈએફએસ અધિકારી સુસંતા નંદા દ્વારા ટિ્‌વટર ઉપર એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં સફારી માટેના વાહન પાછળ હાથી દોડતો જાેવા મળે છે. આ જ જગ્યાએ આગળ જઇને અન્ય એક હાથી પણ વાહનનો પીછો કરે છે. આખી ઘટના પરથી પ્રાણીઓની માનવજાત પ્રત્યે વધતી નફરત તરફ ઈશારો કરે છે.

જંગલમાં પ્રકૃતિનો લહાવો લેવા માટેના પ્રયત્નો દર વખતે સારા અનુભવ નથી આપતા. ઘણી વખત જીવ તાળવે ચોંટી જાય છે. જેથી પ્રાણીઓને છંછેડવા જાેખમી સાબિત થઈ શકે છે. કેમેરામાં ઝડપાયેલી ઘટના ખૂબ દિલધડક હતી. એક સાથે બે હાથીનો હુમલાથી પ્રવાસીના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. તેઓ ચીસો પાડવા લાગ્યા હતા.

ચાલકે વાહન ફૂલ ગતિએ ભગાવ્યું હતું. આ વિડીયોના અંતમાં એક બે નહીં ચાર પાંચ હાથી વાહનની નજીક પહોંચી ગયા હોવાનું નજરે પડે છે. કર્ણાટકના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના મૈસુરના બીઆર હિલ્સ ખાતે બની હતી. આ વિડીયો વાઇરલ થયા બાદ લોકો પોતપોતાના મત વ્યક્ત કરી રહ્યા છે. પ્રવાસીઓની સુરક્ષાનો પ્રશ્ન ઉઠ્‌યો છે. ઉપરાંત પ્રાણીઓની થતી હેરાનગતિ સામે પણ સવાલો ઉઠ્‌યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.