Western Times News

Gujarati News

ટૂરટૉપસિસ ડૉર્હ્‌ની નામનો જીવ ક્યારેય મરતો નથી

નવી દિલ્હી: દુનિયાનો એકમાત્ર એવો જીવ જે ક્યારેય મરતો નથી. વાંચીને આશ્ચર્ય થાય તેવી આ હકીકત સામે આવી છે. ટૂરટૉપસિસ ડૉર્હ્‌ની નામનો જીવ ક્યારેય મરતો નથી. તેની ઉંમરનો સાચો અંદાજ નથી લગાવી શકાતો. આ જીવની ખાસિયત એ છે કે સેક્સ્યુએલી મેચ્યોર થયા બાદ તે ફરી બાળક વાળા સ્ટેજમાં આવી જાય છે. જે બાદ તે ફરી વિકસિત થઈ જાય છે. આવું તેની સાથે હંમેશા થતુ રહે છે. એટલે તે બાયોલૉજિકલી ક્યારેય નથી મરતું. આવો જાણીએ આ જીવ વિશે. આ જીવનું નામ ટૂરટૉપસિસ ડૉર્હ્‌ની છે. જે જેલીફિશની એક પ્રજાતિ છે.

તેને અમર જેલીફિશ પણ કહેવાય છે. તેનો આકાર ખૂબ જ નાનો હોય છે. તે જ્યારે પૂરી રીતે વિકસિત થઈ જાય છે ત્યારે તેના શરીરનો વ્યાસ સાડા ચાર મિલીમીટર થઈ જાય છે. તેની લંબાઈ અને પહોળાઈ સરખી જ હોય છે. યુવા ટૂરટૉપસિસ ડૉર્હ્‌નીના ૮ ટેન્ટિકલ્સ એટલે કે સૂંઢ હોય છે.

જ્યારે સેક્સ્યુઅલી મેચ્યોર થઈ ચુકેલા જેલીફિશના ૮૦ થી ૯૦ ટેંન્ટિકલ્સ હોય છે. તે સામાન્ય રીતે સમુદ્રની તળેટીમાં રહે છે. જેના બે રૂપ હોય છે. આ જેલીફિશની અન્ય પ્રજાતિઓ પણ છે. જે દુનિયાભરમાં મળી આવે છે. ટૂરટૉપસિસ ડૉર્હ્‌નીનો જન્મ પ્રશાંત મહાસાગરમાં થયો હતો. હવે તે લગભગ તમામ સાગરમાં મળે છે. આકારમાં નાના અને પારદર્શક હોય છે. તેણે ચુપચાપ પોતાનો વ્યાપ વધારી દીધો છે. સામાન્ય રીતે ટૂરટૉપસિસ ડૉર્હ્‌ની કેટલા દિવસ જીવે છે તે સ્પષ્ટ નથી પરંતુ તે મરતો નથી. ટૂરટૉપસિસ ડૉર્હ્‌ની પોતાને નવા રૂપમાં બદલી લે છે.

એટલે તેની કોઈ ઉંમર નથી હોતી પરંતુ નાની એવી લાઈફસાયકલ હોય છે. પરંતુ સમુદ્રનું તાપમાન ૨૦ થી ૨૨ ડિગ્રી થાય તો તે ૨૫ થી ૩૦ દિવસમાં વયસ્ક થઈને ફરી બાળક બની જાય છે. જાે સમુદ્રનું તાપમાન ૧૪ થી ૨૫ ડિગ્રી હોય તો તે ૧૮ થી ૨૨ દિવસમાં જ સેક્સ્યુઅલી મેચ્યોર થઈને પાછું બાળક બની જાય છે. આના માટે તેના શરીરમાં ખાસ પ્રકારની કોશિકાઓ હોય છે. ટૂરટૉપસિસ ડૉર્હ્‌ની જેલીફિશ જ્યારે વયસ્ક હોવાની કગાર પર એટલે કે ૧૨ ટેન્ટિકલ્સ સાથે હોય છે ત્યારે ખુદને બદલવા માટે સિસ્ટ જેવા સ્ટેજમાં ચાલી જાય છે. આ આખી પ્રક્રિયા બે દિવસમાં થઈ જાય છે.

આ દરમિયાન નથી તેમના વર્તનમાં કોઈ ફેરફાર થતો કે નથી તેમને કોઈ પ્રકારની ઈજા થતી. જીવની દુનિયામાં આ એકમાત્ર એવો જીવ છે જે પોતાના જીવનને પુરી રીતે પલટી દે છે. ટૂરટૉપસિસ ડૉર્હ્‌ની માંસાહારી છે. જે જૂપ્લેંકટૉન્સ ખાય છે.સાથે જ માછલીના ઈંડા અને નાના મોલસ્ક તેનો મનપસંદ આગાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.