Western Times News

Gujarati News

નવા પશ્ચિમઝોનમાં ડહોળા પાણીની સમસ્યા દુર કરવામાં આવશે

ર૮ ઓગષ્ટે નવા ઝોનના વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશેઃ ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવશેઃ અમુલભાઈ ભટ્ટ

 

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ર૦૦૭ની સાલમાં સમાવિષ્ટ કરવામાં આવેલ નવા પશ્ચિમઝોનમાં પ્રદુષિત પાણીની સમસ્યા વકરી રહી છે. ચોમાસાની સીઝન દરમ્યાન આ વિસ્તારમાં સપ્લાય થતાં પાણીમાં ડહોળાશ આવે છે. જેને દૂર કરવા માટે તંત્ર દ્વારા આગામી ર૮ તારીખે અંતિમ પ્રયાસ કરવામાં આવશે. ગણપતિ વિસર્જન માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃત્રિમ કુંડ બનાવવામાં આવશે. તથા હોલ-પાર્ટી પ્લોટના બુકીંગ માટે નવી નીતિ જાહેર કરવામાં આવી છે.

મ્યુનિ.સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અમુલભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ ચોમાસાની સીઝન દરમ્યાન નર્મદામાં નવા નીર ઓ છે. તેની સાથે-સાથે પાણીમાં ડહોળાશ પણ આવે છે. મ્યુનિ. કોર્પોરેશનના જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી આ સમસ્યા દર વર્ષે જાવા મળે છે. જેને દુર કરવા માટે અત્યાર સુધી રૂ.પ કરોડ ૬૦ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમ છતાં સમસ્યા હલ થઈ નથી.

જાસપુર પ્લાન્ટ ઔડા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તે સમયે તેમાં લાંબેલા ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સદ્દર ટેકનોલોજીમાં ડહોળાશની માત્રામાં ઘટાડો કરવાની ક્ષમતા ઓછી છે. જેના કારણો નવા ઝોનમાં સપ્લાય થતા પાણીમાં “ટર્બીડીટી” જાવા મળે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કલેરીફોકયુલર ટેકનોલોજીનો ઉપયોગ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.

કોતરપુરમાં સદ્દર ટેકનોલોજી ઉપલબ્ધ છે. જાસપુર પ્લાન્ટમાં ર૮ ઓગષ્ટે કલેરીફોકયુલર ટેકનોલોજી ડેવલપ કરવા માટે રૂ.ર૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ર૮ ઓગષ્ટે નવા ઝોનના વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ કરી લાઈનો શીફટ કરવામાં આવશે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગણપતિ વિસર્જન માટે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવશે. તદ્‌ઉપરાંત શ્રેષ્ઠ પ્રતિમા,ડેકોરેશન, સફાઈ વગેરે માટે હરીફાઈ રાખવામાં આવી છે. જેમાં ઈકો-ફ્રેન્ડલી પ્રતિમા અને કુંડમાં વિસર્જન ફરજીયાત રહેશે.

મ્યુનિ.કોર્પોરેશનના હોલ-પાર્ટી પ્લોટ ભાડે લેનાર નાગરીકને ડીપોઝીટ ભાડુ, લાઈટબીલ તથા સફાઈ ચાર્જ ભરવા માટે અલગ અલગ વિભાગના ધકકા ખાવા પડે છે. નાગરીકોની હાલાકી દુર કરવા માટે નવી નીતિ તૈયાર કરવામાં આવે છે. જેમાં બુકીંગ તારીખથી સાત મહીના પહેલા ડ્રો કરવામાં આવશે. તેમાં જે નાગરીક ને હોલ-પાર્ટી પ્લોટ ફાળવવામાં આવશે તેમણે ડીપોઝીટ, ભાડુ, લાઈટબીલ તથા સફાઈ ચાર્જની રકમ એક સાથે એડવાન્સમાં જમા કરાવવાની રહેશે.

પ્રસંગેપૂર્ણ થયા બાદ લાઈટ બીલ તથા સફાઈ ચાર્જની રકમ કાપીને જમા રહેતી રકમ જે તે નાગરીકના ખાતામાં ઈસીએસ દ્વારા જમા થઈ જશે. હોલ ભાડે લેનાર નાગરીકો જે તે ઝોનના આસી.કમીશ્નરને જ મળવાનું રહેશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.