Western Times News

Gujarati News

દેશના ૭૦ જિલ્લામાં કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યામાં ૧૫૦ ટકાનો વધારો

નવીદિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે પહેલી માર્ચથી ૧૫ માર્ચની વચ્ચે ૧૬ રાજ્યોના કુલ ૭૦ જિલ્લામાં કોવિડ-૧૯ ના દર્દીઓની સંખ્યામાં ૧૫૦ ટકાની વૃદ્ધિ થઈ. કેન્દ્રના સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે તેમાંથી મોટાભાગના જિલ્લા પશ્ચિમ અને ઉત્તર ભારતના છે. તેઓએ જણાવ્યું કે, ૧૬ રાજ્યોના લગભગ ૭૦ જિલ્લામાં ૧થી ૧૫ માર્ચની વચ્ચે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં ૧૫૦ ટકાની વૃદ્ધિ જાેવા મળી અને ૧૭ જિલ્લામાં ૧૦૦-૧૫૦ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.

ભારતમાં કુલ ૩ કરોડ ૭૧ લાખથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૫,૮૭૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. ૧૦૦ દિવસ બાદ આટલી મોટી સંખ્યામાં દર્દીઓ નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૭૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૧૪,૭૪,૬૦૫ થઈ ગઈ છે.

નોંધનીય છે કે, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૧૦ લાખ ૬૩ હજાર ૨૫ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૭,૭૪૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૨,૫૨,૩૬૪ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૯,૦૪૪ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ગુરૂવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૭ માર્ચ સુધીમાં ભારતમાં કુલ ૨૩,૦૩,૧૩,૧૬૩ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના ૨૪ કલાકમાં ૧૦,૬૩,૩૭૯ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં પણ કોરોનાના કારણે સ્થિતિ વણસી રહી છે. ત્રણ મહિના બાદ ફરી એકવાર ૧૦૦૦થી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં રાતોરાત ૨૫૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાતા આજે રાજ્યમાં કુલ ૧૧૨૨ નવા કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તેની સામે કુલ ૭૭૫ વ્યક્તિ સાજા થયા છે. ચૂંટણીઓ સમાપ્ત થતાની સાથે જ રાજ્યમાં કોરોનાનો બીજાે વેવ શરૂ થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.