આ કેન્દ્રના રોજગાર મિટાઓ અભિયાનની વધુ એક ઉપલબ્ધિ : રાહુલ ગાંધી
નવીદિલ્હી: ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કોરોના મહામારી આખા દેશમાં ફેલાઈ અને માર્ચમાં લૉકડાઉનનુ એલાન કરવુ પડ્યુ. ત્યારબાદ મેના અંત સુધી કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યા જેનાથી મોટી સંખ્યામાં ઉદ્યોગ-ધંધા અને કંપનીઓ બંધ થઈ ગઈ. જૂનથી અનલૉકની પ્રક્રિયા શરૂ તો થઈ પરંતુ રોજગાર મામલે સ્થિતિ પહેલા જેવી નથી થઈ શકી. વર્તમાન સમયમાં પણ લાખો લોકો બેરોજગાર ફરી રહ્યા છે જેના માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હુમલો કર્યો છે.
રાહુલ ગાંધીએ ટિ્વટર પર એક રિપોર્ટ શેર કર્યો છે જેમાં જણાવવામાં આવ્યુ છે કે ગયા ૯ મહિનામાં ૭૫ લાખથી વધુ પીએફ ખાતા બંધ થયા છે. આ રિપોર્ટ સાથે રાહુલ ગાંધીએ લખ્યુ કે તમારી નોકરી ગઈ અને ઇપીએફ અકાઉન્ટ બંધ કરવા પડ્યા. કેન્દ્ર સરકારના રોજગાર મિટાવો અભિયાનની વધુ એક ઉપલબ્ધિ. આ પહેલા એક બીજા ટિ્વટમાં રાહુલે લખ્યુ કે ભણેલા-ગણેલા યુવાનો નોકરી માટે ભટકી રહ્યા છે.
એવુ લાગી રહ્યુ છે કે સરકાર અસલી ડિગ્રીવાળા ઓબીસી,એસસી એસટીને હેરાન કરી રહી છે. તેમણે આ ટિ્વટ સાથે એક રિપોર્ટ શેર કર્યો હતો જેમાં આઆઇટી,એનઆઇટી જેવી સંસ્થાઓમાં ખાલી પદોનો ઉલ્લેખ હતો. પીએફવાળા રિપોર્ટમાં હતી આ વાતો હાલમાં જ એક રિપોર્ટ જાહેર થયો હતો જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ૯ મહિનામાં બંધ થયેલ પીએફ અકાઉન્ટની સંખ્યા ૬.૫ ટકાથી વધીને ૭૧ લાખ પહોંચી ગઈ છે. ૨૦૧૯-૨૦ના પહેલા ૯ મહિનામાં આ આંકડો ૬૬.૭ લાખ હતો. આમાં રિટાયરમેન્ટ, નોકરી જવી, નોકરી બદલવી વગેરે કારણ શામેલ છે. વળી, વર્તમાન સમયમાં દેશમાં ૫ કરોડથી વધુ પીએમ અકાઉન્ટ છે.