Western Times News

Gujarati News

કૃષિ કાનુન પાછા નહીં લેવામાં આવે તો કંપનીઓના ગોદામ પર નિશાન રહેશે : ટિકૈત

નવીદિલ્હી: દિલ્હીની સીમાઓ પર કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાનુનોની વિરૂધ્ધ કિસાનોનું આંદોલન ૧૦૦ દિવસથી વધુ સમયથી જારી છે. ગત વર્ષ નવેમ્બરમાં શરૂ થયેલ આંદોલન માર્ચમાં પણ જારી છે.આ દરમિયાન ભારતીય કિસાન યુનિયનના પ્રવકતા રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકારને ધમકી આપી છે કે જાે કાનુન પાછા નહીં લેવામાં આવે તો તે હવે કંપનીઓના ગોદામને નિશાન બનાવશે

ટિકૈતે કેન્દ્ર સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જાે ત્રણ કાનુનોને પાછા લેવામાં નહીં આવે તો આંદોલનની આગામી કાર્યવાહી હેઠળ કેટલીક ખાનગી કંપનીઓના ગોદામોને ધ્વસ્ત કરી દેવામાં આવશે અબોહરથી ૪૦ કિમી દુર શ્રીગંગાનગરમાં સંયુકત કિસાન મોરચાના આહ્‌વાન પર બોલાવવામાં આવેલ કિસાન મહાપંચાયતમાં ટિકૈતે કહ્યું કે કેટલીક ખાનગી કંપનીઓએ નવા કાનુનને ધ્યાનમાં રાખતા મોટા મોટા ગોદામોનું નિર્માણ કર્યું છે અને અનાજ ભંડારણ કરવાનું શરૂ કર્યું છે.

ટિકૈતે કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર બેંકો વીમા કંપનીઓ અને અન્ય સરકારી ઉદ્યમોને ખાનગી કંપનીઓને વેચવાની યોજના બનાવી રહી છે સરકાર કાનુન લાવવા જઇ રહી છે જેમાં દુધ વિજળી ફર્ટિલાઇઝર ખાતર અને મોટર વાહનોની માર્કેટિગ કોર્પોરેટરના હાથોમાં ચાલી જશે

તેમણે યુવાનોને કિસાનોના આંદોલનની જવાબદારી લેવા અને ખેતરો તરફ વલણ કરવા અને ખુદ માટે રોજગાર પેદા કરવાનું આહ્‌વાન કર્યું ટિકૈતે કહ્યું કે મીડિયા કર્ણાટક તમિલનાડુ અને દેશના અન્ય હિસ્સામાં કિસાન આંદોલનના અહેવાલો બતાવી રહી નથી પરંતુ અમે સોશિલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચીશું ઓરિસ્સા અને મધ્યપ્રદેશમાં આગામી ૧૫-૨૦ દિવસોમાં એમએસપી ખરીદ આંદોલન શરૂ થનાર છે

પોતાનું આંદોલન તેજ કરતા સંયુકત કિસાન મોરચાએ ૨૬ માર્ચે પોતાના સંપૂર્ણ ભારત બંધ માટે રણનીતિ બનાવા માટે વિવિધ જન સંગઠનો અને સંધોની સાથે મુલાકાત કરી હતી. ગંગાનગર કિસાન સમિતિના રંજીત રાજુએ પત્રકાર પરિષદમાં કહ્યું કે કિસાન આંદોલનના ચાર મહીના ૨૬ માર્ચે પુરા થવા પ્રસંગ પર રાષ્ટ્રવ્યાપી બંધનું આહ્‌વાન દરમિયાન પણ દુકાનો અને વેપારી પ્રતિષ્ઠાનો ૧૨ કલાક સુધી બંધ રહેશે ત્યારબાદ ૨૮ માર્ચે કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાનુનોની કોપીનું હોલિકા દહન કરવામાં આવશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.