શહેરોની અંદર બનેલ ટોલ ખોટા અને અન્યાયપૂર્ણ : ગડકરી
નવીદિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતીન ગડકરીએ કહ્યું છે કે ગત સરકારો દરમિયાન અનેક સ્થાનો પર શહે વિસ્તારોની અંદર ટોલ બનાવવામાં આવ્યા જે ખોટા અને અન્યાયપૂર્ણ છે અને તેને હટાવવાનું કાર્ય એક વર્ષમાં પુરૂ કરી લેવામાં આવશે
લોકસભામાં પ્રશ્નોતરી દરમિયાન ગુરજીત ઔજલા,દીપક બૈજ અને કુંવર દાનિશ અલીના પુરક પ્રશ્નોના જવાબમાં મંત્રીશ્રીએ કહ્યું કે શહેરોની ંદર ટોલ પહેલા બનાવવામાં આવ્યા હતાં જે ખોટા છે અને અન્યાયપૂર્ણ છે એક વર્ષમાં પણ આ ટોલ ખતમ થઇ જશે આ રીતના ટોલમાં ચોરીઓ ખુબ થતી હતી
તેમણે કહ્યું કે હવે ગાડીઓમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવશે જેની મદદથી ટોલ શુલ્કનું વળતર થઇ શકશે અને ત્યારબાદ શહેરની અંદર આ રીતના ટોલની જરૂરત રહેશે નહીં ગડકરીએ કહ્યું કે આ રીતના ટોલને શહેની અંદરથી હટાવવાનું કામ એક વર્ષમાં પુરૂ થઇ જશે એક અન્ય પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે ૯૦ ટકા જમીન અધિગ્રહણ કર્યા વિના અમે પરિયોજના એવોર્ડ કરતા નથી
જમીનનું અધિગ્રહણ કર્યા બાદ વિસ્તૃત પરિયોજના રિપોર્ટ ડીપીઆર તૈયાર કરવામાં આવી છે. તેમણે માહિતી આપી કે રાયપુરથી વિશાખાપટ્ટનમ વચ્ચે ગ્રીન હાઇવેને મંજુરી આપવામાં આવી છે કામ શરૂ થઇ ચુકયુ છે લગભગ દોઢ વર્ષમાં કામ પુરૂ થવાની સંભાવના છે તેનાથી અનેક રાજયોના લોકોને લાભ થશે