ભોપાલમાં ૧૪ વર્ષની સગીરથી બળજબરીથી લગ્ન,છ મહિના સુધી દુષ્કર્મ
ભોપાલ: ભોપાલમાં એક સંવેદનશીલ મામલો સામે આવ્યો છે. હકીકતમાં અહીના નિશાતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કહેવાતી રીેતે એક યુવકે ૧૪ વર્ષની સગીર યુવતીથી જબરજસ્તી કિાહ કર્યા અને તેનું અપહરણ કરી બંધક બનાવી અને લગભગ છ મહીના સુધી સગીરાની સાથે દુષ્કર્મ કરતો રહ્યો પોલીસે કહ્યું કે નિકાહના છ મહીના બાદ તક મળતા જ પીડિતા આરોપીના ઘરમાંથી ભાગી નિકળી પોતાના પરિવારની સાથે પોલીસ સ્ટેશન આવી તેણે પોતાની આપવીતી સંભળાવી હતી પોલીસે પીડિતાની ફરયાદ પર મામલા દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.
પીડિતાએ પોલીસને કહ્યું કે આરોપી તેને બંધક બનાવી તેને પરેશાન કરતા હતો અને વિરોધ કરવા પર માર પિટ કરતો હતો સગીર પોતાની માતાની સાથે નિશાતપુા વિસ્તારમાં મામાના ઘરે રહે છે તેના મામાનો મિત્ર ફરહાન સતત અહીં આવતો જતો હતો પીડિતાએ પોલીસને ફરિયાદમાં કહ્યું કે મે ૨૦૨૦માં ફરહાન અને તેની દોસ્તી થઇ ફરહાન તેને પસંદ કરવા લાગ્યો પરંતુ પીડિતાના પરિવાર તેના માટે તૈયાર ન હતાં
સગીરનું કહેવુ છે કે તે આ લગ્ન કરવા માંગતી ન હતી પરંતુ ફરહાને તે ગરીબ હોવાનો લાભ ઉઠાવ્યો અને પીડિતાની માતાને નિકાહ માટે જરાવી આવામાં પીડિતાની માતા મજબુરીમાં આવી પોતાની પુત્રીના લગ્ન કરાવ્યા પોલીસે મામલામાં સગીર પીડિતાની માતાને પણ આરોપી બનાવી છે.
નિકાહ બાદ પીડિતા તેની સાથે રહી નહીં તો તેણે ૧૭ ઓગષ્ટ ૨૦૨૦ના રોજ સગીરનું અપહરણ કર્યું અને તેની સાથે લગભગ છ મહીના સુધી પીડિતાની સાથે દુષ્કર્મ કર્યું ચાર માર્ચે સગીર તેના ચંગુલમાંથી નિકળી ગઇ અને પોલીસમાં ફરિયાદ નોંધાવી પોલસે આ મામલામાં ફરહાનની માતાને તેની મદદ કરવા માટે આરોપી બનાવી છે પોલીસનું કહેવુ છે કે જાે નિકાહ થયા છે તો જેણે પણ નિકાહ કરાવ્યા છે અને તેમાં જે પણ સામેલ હશે તેના પર પણ કાર્યવાહી કરવામાં આવશે હાલ મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.