અમદાવાદ-ઉદેપુર હાઈવે પર ડસ્ટર કાર ટ્રક પાછળ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માતમાં ચાંદખેડાનાના યુવકનું કમકમાટી ભર્યું મોત
અરવલ્લી જીલ્લાના માર્ગો સતત રક્તરંજીત બની રહ્યા છે શામળાજી નજીક ટ્રક અને ડસ્ટર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટનામાં અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે કારમાં સવાર ગાંધીનગરના યુવકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા અકસ્માતની ઘટનાને પગલે દોડી આવેલા લોકોએ ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડી દીધો હતો શામળાજી પોલીસે મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
પ્રાપ્ત માહિત અનુસાર,અમદાવાદ-ઉદેપુર હાઈવે પર શામળાજી એચ જે વિદ્યાલય નજીક રોડ પર પસાર થતા ટ્રક પાછળ ડસ્ટર કાર ઘુસી જતા ડસ્ટર કારનો કડૂચાલો વળી ગયો હતો ડસ્ટર કારમાં રહેલા અમદાવાદ ચાંદખેડાના સંદીપ ભીખાભાઇ પરમાર નામના યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું
જ્યારે કારમાં સવાર ગાંધીનગરના કિરણ રામશંકર ઉપાધ્યાય નામનો યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો અકસ્માતના પગલે દોડી આવેલ શામળાજી પોલીસે મૃતકની લાશને પીએમ માટે ખસેડી દીધી હતી મૃતક યુવકના પરિવારજનોને અકસ્માતની જાણ કરતા મોટી સંખ્યામાં શામળાજી દોડી આવ્યા હતા અને આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી