શેરની છું, મારૂ માથુ ઝુકાવીશ નહીં : મુખ્યમંત્રી મમતા બેનર્જી

કોલકતા: પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભાની ચુંટણીઓને લઇને રાજકીય સમાધાન શરૂ થઇ ગયું છે. ભાજપ તરફથી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચુંટણી જાહેરસભાઓને સંબોધન કર્યું હતું મોદીએ પુરૂલિયામાં જાહેરસભાને સંબોધન કરી ટીએમસી નેતા અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ભારે પ્રહારો કર્યા હતાં આ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ મેદિનીપુરના અમલાસુલી પહોંચ્યા હતાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પલટવાર કર્યો હતો.
મમતા બેનર્જીએ મેદિનીપુરના અમલાસુલીમાં કહ્યું કે હું શેરની છું અને મારૂ માથુ કયારેય ઝુંકાવીશ નહીં મારૂ માથુ ફકત જનતાની સામે ઝુકશે આ દરમિયાન દીદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સીધી રીતે નામ લીધુ નહીં પરંતુ ભાજપની ભારે ટીકા કરી હતી તેમણે કહ્યું કે મહિલાઓ અને દલિતો પર અત્યાચાર કરનારી ભાજપ જેવી રાજનીતિક પાર્ટીઓનું હું કોઇ પણ સ્થિતિમાં સમર્થન કરીશ નહીં
મમતા દીદીએ કહ્યું કે જાે અહીં કોઇ પણ માઓવાદી,ડાબેરી કે કોંગ્રેસના દોસ્ત છે તો હું તેમને કહેવા માંગુ છું કે તે માકપાને મત ન આપે કારણ કે ભાજપની સાથી છે કે કોંગ્રેસને મત ન આપે તે પણ ભાજપનો જ હિસ્સો છે ભાજપ તોફાનીઓની પાર્ટી છે. ભાજપ વાળા જાણે છે કે મમતા બેનર્જીનો અર્થ લોકોની ઉર્જા છે અને હું લોકોની સાથે મળી લડીશ પલાયન કરીશ નહીં
મમતાજીએ ચુંટણી રેલી દરમિયાન ભાજપ પર મત ખરીદવાનો પણ આરોપ લગાવ્યો તેમણે કહ્યું કે ચુંટણી દરમિયાન ભાજપ નેતા રોકડ ભરેલી બેગો લઇ આવે છે અને મતદારોને પૈસા આપે છે પરંતુ જયારે કોઇ પરેશાની આવે છે ત્યારે તે નજરે પડતી નથી તેમણે કહ્યું કે કેન્દ્રની ભાજપ સરકાર એનપીઆર લાગુ કરવાની આડમાં મતદારોના નામ હટાવશે પરંતુ બંગાળમાં આમ થવા દેવામાં આવશે નહીં
તેમણે ખડગપુરમાં પણ જાહેરસભાને સંબોધન કર્યું હતું આ દરમિયાન તેમણે લોકોને કહ્યું કે ચુંટણી દરમિયાન જાે ભાજપ પૈસા તો પૈસાની સામે માથુ ઝુકાવશો નહીં યાદ રાખજાે કે આ જનતાના પૈસા છે.તેમણે કહ્યું કે ભાજપ કોઇ પણ સ્થિતિમાં બંગાળની ચુંટણી જીતવા માંગે છે અને તે શામ દામ દંડ ભેદનો ઉપયોગ કરી રહી છે.કેન્દ્રીય સંસ્થાનોનો પણ ઉપયોગ કરી રહી છે પરંતુ બંગાળના લોકો બંગાળ વિરોધીઓને લાભ પહોંચાડશે નહીં અને બંગાળની પુત્રીને જ સત્તા પર ફરી બેસાડશે તેવો મને વિશ્વાસ છે.