બિસ્કિટનું લાલચ આપી ૭ વર્ષની બાળકીનું રેપ, પ્રાઇવેટ પાર્ટને નુકસાન પહોંચાડયું
કપૂરથલા: પંજાબના કપૂરથલામાં ર્નિભયા કાંડ જેવો મામલો સામે આવ્યો છે. એક સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ તેની સાથે બર્બરતાની બધી હદો પાર કરી દેવામાં આવી. બાળકીના જનનાંગમાં ખૂબ નુકસાન પહોંચડાવામાં આવ્યું છે. મંગળવારે અમૃતસરની મેડિકલ કૉલેજમાં બાળકીનું ઓપરેશન કરવામાં આવ્યું અને માંડ માંડ બાળકીનો જીવ બચાવવામાં આવ્યો. હાલમાં બાળકીની હાલત સ્થિર છે અને બાળકીના પિતાએ કહ્યું કે હવે તેમની બાળકી ક્યારેય સામાન્ય બાળકોની જેમ મોટી નહીં થઈ શકે.
પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી લીધી છે. કપૂરથલાના સુલતાનપૂરમાં હુસૈનપૂરમાં આવેલી ઝૂંપડીઓમાં રહેતા ૨૬ વર્ષના હેવાને ૭ વર્ષની બાળકીનું રેપ કર્યું. આટલું જ નહીં બાળકીના પ્રાઇવેટ પાર્ટને નુકસાન પહોંચાડવામાં આવ્યું. જે સમયે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો ત્યારે બાળકીના માતા પિતા કામ કરવા ગયા હતા અને આરોપીએ ૭ વર્ષની બાળકીને બિસ્કિટના પેકેટનું લાલચ આપીને પોતાની હવસનો શિકાર બનાવી હતી.
બાળકીના માતા પિતા જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે જાેયું કે બાળકી ઘરે નથી પછી તેની શોધખોળ ચાલુ કરી દેવામાં આવી. બાળકી સાથે આ દુષ્કર્મ બાદ માતા પિતા પર ઘેરો આઘાત પડ્યો છે. બાળકી સાથે જે હેવાનિયત કરવામાં આવી તેનું વર્ણન કરતાંની સાથે જ બાળકીના માતા પિતા રડી પડ્યા હતા. બાળકી સાથ રેપ બાદ તેના પ્રાઇવેટ પાર્ટમાં ડંડો નાંખી દેવામાં આવ્યો હતો.
આ ધટનાથી સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો છે.આ મામલે ડીએસપી સરવન સિંહ બલે કહ્યું કે બાળકીના પિતાએ પોલીસને આપેલા નિવેદનના આધારે કહી શકાય કે તે ખૂબ જ ગરીબ છે અને ઝૂંપડીઓમાં રહે છે. તેમની ત્રણ દીકરી અને બે દીકરા છે. સૌથી નાની દીકરી ૭ વર્ષની છે જેની સાથે બિસ્કિટની લાલચમાં આ ઘોર પાપ કરવામાં આવ્યું હતું. પોલીસે કહ્યું કે આરોપીની કોર્ટ પાસેથી રિમાન્ડ માંગવામાં આવશે.