હોળી પહેલાં કોરોનાનો ફૂંફાડો વકર્યા 5 રાજ્યમાં ૮૦ ટકા કેસ

નવી દિલ્હી: હોળીની ઠીક પહેલા દેશમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસો દેશવાસીઓ માટે ડરનું કારણ બની રહ્યા છે. રસીકરણ દરમિયાન દેશમાં ફરી એકવાર કોરોના લહેર જાેવા મળી રહી છે. જેને લઇને રાજ્ય સરકારો પણ કડક પ્રતિબંધો લાદ્યી રહી છે. હોળીના પર્વે લોકો વતન પરત ફરી રહ્યા છે. જેથી દેશભરમાં કોરોના સંક્રમણ વધુ ફેલાય એવી શક્યતાઓ પણ વધી રહી છે. આ મુદ્દે સ્વાસ્થ નિષ્ણાંતોનું કહેવુ હતું કે હોળી પર સાવચેતી રાખવામાં નહીં આવે તો આ તહેવાર સુપર સ્પ્રેડર તરીકે સાબિત થશે. તેમણે સલાહ આપી હતી કે, લોકોએ હોળીના તહેવારે સામાજીક કાર્યક્રમો કે બેઠકોમાં હિસ્સો ન લેવો જાેઇએ.
દેશમાં મહારાષ્ટ્ર, બિહાર સહિત અનેક રાજ્યો વધી રહેલો કોરોના સંક્રમણના કેસો વચ્ચે હોળીના તહેવારને લઇને ખાસ નીતિ તૈયાર કરી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં પણ મુખ્યમંત્રી કેજરીવાલે બેઠક કરી દિલ્હીમાં કોવિડ ગાઇડલાઇનના પાલન પર જાેર આપ્યું હતું. આ માટે તેમણે પ્રશાસનને કડક કાર્યવાહી કરવાની છૂટ પણ આપી હતી. દિલ્હીની કેજરીવાલ સરકારે કોરોનાના વધત કેસને મુદ્દે લોકોને કોરી હોળી ઉજવવા અપીલ કરી હતી. બુધવારે દિલ્હીમાં આશરે બે મહિના પછી દૈનિક ૫૦૦થી વધુ કેસ સામે આવ્યા હતા.
બીજી તરફ દેશમાં ગુરુવારે કોવિડના ૩૫,૮૭૧ નવા કેસ સામે આવ્યા હતા, આ આંકડો વિતેલા ૧૦૦થી દિવસોમાં દૈનિક સંક્રમણના નવા કેસો પૈકી સૌથી વધુ હતો. કેન્દ્રિય સ્વાસ્થ મંત્રાલય મુજબ નવા કેસમાંથી ૭૯.૫૪% કેસ મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડૂમાંથી સામે આવ્યા હતા. સરકારી આંકડા મુજબ દેશના ૭૦ જીલ્લાઓમાં સંક્રમણના નવા કેસમાં ભારે ઉછાળો નોંધાયો હતો. કેન્દ્રિય સ્વાસ્થ સચિવે બુધવારે પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું હતું