દિનેશ હોલ નજીક જુગાર રમતાં સાત વેપારીઓ ઝડપાયા
વી એસ હોસ્પીટલમાં પીએમ રૂમ નજીક જુગાર રમતા છ શખ્શોની અટકાયત |
અમદાવાદ : શ્રાવણ મહીનો ચાલી રહ્યો છે ત્યારે જુગારના રસિયાઓને રમવાનું બહાનુ મળી ગયુ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ જુગારધામના સાંચાલકો પોલીસની નજર ન પડે એ રીતે જુગારની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે જા કે પોલીસ તંત્ર પણ અગાઉથી જ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે સમજ હોવાથઈ જુગારધામો ઉપર દરોડાની કાયવાહી વધારી દેવામાં આવી છે
પોલીસ તંત્રએ લાલ આંખ કરતા છેલ્લા કેટલાક દિવોસમા વેપારીઓ યુવાનોથી લઈ કેટલાય ટીઢા ગુનેગારોને પોલીસે ઝડપી પાડ્યા કાર્યવાહી ચાલુ રહેતા ગઈકાલે નવરંગપુરા તથા એલીસબ્રીજમા પણ કરવામા આવી હતી જેમા બે કેસમા વેપારીઓ ઉ પરાંત અન્ય કેટલાક શખ્શોની લોખોના મુદ્દામાલ સાથે અટક કરવામા આવી છે.
નવરંગપુરા પોલીસ પેટ્રોલિગમા હતી અને એ સમયે દિનેશ હોલની ગલીમા એમ્બેલીસ માર્કેટના બીજા માળે જુગાર રમાતો હોવાની બાતમી મળતાં પોલીસની ટીમ રાત્રે આઠ વાગ્યે ઓફીસનં ૪૫માં દરોડો પાડ્યો હતો પોલીસને જાતા જ વેપારીઓમા નાસભાગ મચી હતી. જા કે પોલીસ તમામ સાત વેપારીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા મુદ્દામાલમા રોકડ વાહનો મોબાઈલ ફોન તથા અન્ય વસ્તુઓ સહીત કુલ ૧૦ લાખની કિમતની વસ્તુઓનો સમાવેશ થાય છે.
પુછપરછ ઓફીસમાં ૪૫ના માલિક હર્ષદભાઈ મિસ્ત્રી રહે ઝવેરશાહનુ ડેલુ કાલુપુર, પોતે છેલ્લા ગણા દિવસથી જુગારની પ્રવૃત્તિ ચલાવતો હોવાનુ બહાર આવ્યુ છે જ્યારે ઝડપાયેલા વેપારીઓના નામઆ મુજબ છે પીનાકીન પાઠક, અનુપમ સોસાયટી, સેટેલાઈટ, દિપક બાબુભાઈ પંચાલ રત્ન જ્યોત કોમ્પલેક્ષ નિર્ણયનગર, વિવેક ચૌહાણણ દુર્ગા માતાની પોળ કાલુપુર, ધ્રુવ ઝોટંગીયા નવરંગ ટાવર ઘાટલોડીયા, અભિષેક લલીત મહેતા સ્નેહજલી સોસાયટી, ઘાટલોડીયા, કિશન હરેશ વેલાણી, સ્નેહાજલી સોસાયટી, ઘાટલોડીયા, અને હર્ષદ રમેશ મિસ્ત્રી ઝવેર શાહનુ ડેલુ કાલુપુર, ગઈકાલે એલિસબ્રિજ પોલીસે પણ બાતમીને આધારે વી અસે હોસ્પિટલમં દરોડો ો પાડ્યો હતો
જેમા પીએમ રૂપ પાસે આવેલી પાણીની ટાંકી પાસે આવેલી પાણીની ટાકી નીચે જુગાર રમતા છ શખ્શોને ઝડપી લીધા હતા ગત સાંજે સાડા છ વાગ્યા પાંડેલી રેઈડમા ભરત લાવંત્રા મનીષ સોલંકી મહેન્દ્ર સોલંકી કિરીટ વાઘેલા સુનિલ તથા જયતી નામના જુગારીઓ પકડાયા છે પોલીસ તમામને સામે જુગાર ધારા હેઠળ ગુનો નોધીને કાર્યવાહી હાથ ધરી છે આ દરોડામાં ૧૦,૬૦૦ નો મુદ્દામાલ પોલીસે ઝડપી લીધો છે.