વલસાડ જિલ્લાના પંચાયતના નવ નિયુક્ત પ્રમુખ અલકાબેન શાહનું સ્વાગત
વલસાડ જીલ્લા પંચાયત રાજીવ ગાંધી સભાગૃહ ખાતે વલસાડ જિલ્લાના પંચાયતના નવ નિયુક્ત પ્રમુખ શ્રીમતિ અલકાબેન શાહ તથા ઉપપ્રમુખ તરીકે મનહરભાઈ પટેલને વલસાડ જીલ્લા કલેક્ટર સાહેબ તથા જીલ્લા વિકાસ અધિકારી દ્રારા પ્રમુખ તરીકેની અધિકૃત જાહેરાત કયાઁ હતા.
ત્યાર બાદ પ્રથમ દેશના પૂવઁ વડાપ્રધાન સ્વ. મોરારજીભાઈ દેસાઈની પ્રતિમાને નમન કરી વિધિવત રીતે પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી એ ચાજઁ સંભાળ્યો હતો.આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંત ભાઈ કંસારા જી, મા. સાંસદશ્રી ડો.કે.સી. પટેલ સાહેબ,
જીલ્લા મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ મહામંત્રી શ્રી કમલેશભાઈ જિલ્લા કોષાધ્યક્ષ શ્રી રાજેશભાઈ ભાનુશાલી તથા જિલ્લા પંચાયતના તમામ નવા ચૂંટાયેલા સભ્યો સહિત જીલ્લા તાલુકાના આગેવાનો, પદાધિકારીશ્રીઓ મોટી સંખ્યામાં કાયઁકતાઁ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા